રાજકોટ: જીલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોએ પોતાના ખેતરમાં જણસીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ ખેતરમાં સમાધિનો કાર્યક્રમ કર્યો અને સરકાર જણસીના ભાવ પુરતા આપો નહીંતર ઈચ્છા મૃત્યુ આપો તેવી માંગ ખેડૂતોએ કરી હતી. કોઈ પણ પ્રકારના જણસીના ભાવો નથી મળી રહયા, જેમાં ઘઉં, કપાસ, સોયાબીન, મગફળી તથા અન્ય જણસીના ભાવો ન મળતા ખેડૂતો ચિંતિત પણ થયા છે અને ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે,


માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને જણસીના પુરતા ભાવ નથી મળી રહયા ત્યારે ખેડૂતોએ પોતાના ખેતર ઘઉં, કપાસ, સોયાબીન જેવા પાકોનું જે વાવેતર કર્યું હતું તેને લઈને ચિંતામાં છે. હવે આ દરમિયાન ધોરાજી પંથકના ખેડૂતો પોતાના ખેતરમાં સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે આજરોજ ખેડૂતોએ ખેતર ખાડો ખોદીને સમાધિનો કાર્યક્રમ રાખ્યો હતો. એક બાજુ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી રહી છે પણ ખેડૂતોની કોઈ પણ જણસીના પોષણક્ષમ ભાવ નથી મળી રહયા.


 તેથી પોષણક્ષમ ભાવ નહી મળતા ગુજરાત રાજ્ય સરકાર સુધી પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે અનોખું વિરોધ પ્રદર્શન કર્યુ અને ખેતરમાં સમાધિનો કાર્યક્રમ કરેલ અને કાગળ પર એવુ લખાણ કર્યુ કે સરકાર કાતો જણસીના ભાવ પુરા આપે નહી તો ખેડૂતોને ઈચ્છા મૃત્યુ આપે તેવી માંગ સાથે સુત્રોચ્ચાર પણ કર્યા. હાલ ખેડૂતોને પોષણક્ષણ ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે.


 પૂર્વ IAS અધિકારી પ્રદિપ શર્માની ફરી ધરપકડ


કચ્છ: પૂર્વ આઇએએસ અધિકારી પ્રદિપ શર્માની ફરી ધરપકડ કરી છે. કચ્છના ગાંધીધામમાં જમીન કેસમાં પ્રદિપ શર્માની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી છે.  વધારાની જમીનનો કંપનીને ફાયદો પહોંચાડાયાની ફરિયાદ હોવાની વાત સીઆઇડી ક્રાઇમે કરી છે.  સમગ્ર મામલે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા,પૂર્વ નાયબ કલેકટર ફ્રાંસીશ સુવેરા તેમજ પૂર્વ નગર નિયોજક નટુભાઈ દેસાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. અન્ય બે આરોપીની ધરપકડ કરાશે તેવી માહિતી  સીઆઇડી ક્રાઇમે આપી છે. વધુ તપાસ માટે 7 દિવસના રિમાન્ડની માંગ સાથે પૂર્વ કલેકટર પ્રદીપ શર્માને રજૂ કરાશે.


 અમદાવાદમાં BMW કાર વડે દંપત્તિને અડફેટે લેનાર સત્યમ શર્માની રાજસ્થાનથી અટકાયત


Hit and run: અમદાવાદમાં થયેલા BMW  હિટ એન્ડ રન કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે.  BMW હિટ એન્ડ રન કેસના આરોપી સત્યમ શર્માની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી સત્યમ શર્માની અટકાયત કરી છે. આરોપી સત્યમ શર્મા ગુજરાતને અડીને આવેલ રાજસ્થાનના ડુંગરપુરમાં હોવાની બાતમી મળી હતી. જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડુંગરપુરની એક હોટલ આરોપીને ઝડપી પાડ્યો હતો.


અમદાવાદમાં હિટ એન્ડ રનનો ભોગ બનેલ દંપત્તિ પહેલીવાર મીડિયા સામે કર્યો મોટો ખુલાસો


અમદાવાદના એસજી હાઇવે પર થયેલા હિટ એન્ડ રનની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ પતિ પત્ની પ્રથમ વાર મીડિયા સમક્ષ આવી પોતાની વ્યથા ઠાલવી છે. abp asmita સાથે ખાસ વાત કરતા ઈજાગ્રસ્ત અમિતભાઈ અને તેમના પત્ની મેઘા બેને પોતાની નજર સમક્ષ બનેલ ઘટના વર્ણવી અને અકસ્માત બાદ તેઓ કઈ રીતે પરેશાન થઈ રહ્યા તે પણ કહ્યું.