રાજકોટઃ શહેરમાં પિતાએ સગી દીકરીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. યુવતીએ વિધર્મી યુવક સાથે લગ્ન કરવાની જીદ પકડતા પિતા ઉશ્કેરાઇ ગયા હતા અને માથામાં ધોકો મારીને હત્યા કરી નાંખી હતી. ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સિવિલ હોસ્પિટલે પહોંચી છે.
મળતી વિગતો પ્રમાણે મહિલા કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી ઇલાબેન નકુમ(ઉં.વ.20)ને યુવતીને વિધર્મી યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. જોકે, પિતા ગોપાલભાઈ નકુમ આ લગ્નની વિરુદ્ધમાં હતા. આમ છતાં યુવતીએ લગ્ન માટે જીદ પકડતા પિતાએ દીકરીની હત્યા કરી નાંખી હતી.
રાજકોટઃ યુવતીને વિધર્મી યુવક સાથે થયો પ્રેમ, લગ્નની જીદ પકડતા પિતાએ કરી નાંખી હત્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Aug 2020 03:31 PM (IST)
યુવતીએ વિધર્મી યુવક સાથે લગ્ન કરવાની જીદ પકડતા પિતા ઉશ્કેરાઇ ગયા હતા અને માથામાં ધોકો મારીને હત્યા કરી નાંખી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -