રાજકોટઃ શહેરના મેંગો માર્કેટમાં આજે અચાનક આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. જોકે, આગ લાગવાનું કારણ અકબંધ છે. આગનો કોલ મળતા ફાયર ફાઇટર રવાના થયા છે. લાખોનો માલ ખાક થયાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી વિગતો પ્રમાણે, અમદાવાદ હાઈ-વે પર નવાગામ પાસે આવેલા મેંગો માર્કેટમાં અચાનક આગ ફાટી નીકળતા વેપારીઓમાં અફરા-તફરી મચી ગઈ હતી. જોકે, આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી.