Rajkot: રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકોના મોત થયાની આશંકા સેવાઇ રહી છે, જો કે હજુ પણ આ આંકડો વધી શકે છે. આ ઘટનાના ભોગ બનારની દરેકની પાસે એક લાચારીના આંસુ સાથે દર્દભરી કહાણી છે.
રાજકોટ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના સાંગણવા ગામના પરિવારની પણ કંઇક આવી જ દાસ્તાન છે. આ પરિવારના પાંચ સભ્યો ગાયબ છે. દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા જિજ્ઞા બાએ સમગ્ર ઘટનાનો ચિતાર મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો.એબીપી અસ્મિતાની ટીમ ઘટનામાં ઇજા પામેલા લોકોની વ્યથા જાણવા માટે ગીરીરાજ હોસ્પિટલ પહોંચી હતી. આ સમયે ગીરીરાજ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત અને સારવાર લઇ રહેવા જિજ્ઞાબાએ આસુભરી આંખોએ તેમની જોયેલી ઘટનાને વ્યક્ત કરી હતી.
જિજ્ઞા બાએ જણાવ્યું હતું કે, મારા મામા અને અમારો પરિવાર રાજકોટ (Rajkot) ટીઆરપી ગેમ (TRP Game zone)ઝોનમાં ગયા હતા.“અમે નીચે રોસ્ટોરન્ટમાં હતા અને મારી બહેન અને મારા ભાઇઓ ઉપર ગેમઝોનમાં હતા. જ્યારે આગ લાગી ત્યારે મારા મામા અને પિતા તેમને બચાવા ઉપરના ફ્લોરમાં ગયા તેઓ તને લઇન પરત ભરતા હતા કે અચાનક બ્લાસ્ટ થયો. પછી.... મારા પરિવારના પાંચ લોકો મિસિંગ છે. કોઇને પતો નથી મળતો..”
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘટનસ્થળ સાથે હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. જ્.યા સારવાર લઇ રહેલા લોકો સાથે વાતચીત કરતા તેમનું દર્દ જાણવાની કોશિશ કરી હતી. આ સમયે ઘાયલ જિજ્ઞા બાએ મુખ્યમંત્રી સીએમ સામે પોતાના પરિવનાર 5 સભ્યો મિસિંગ હોવાની વાત કરી હતી.જીજ્ઞા બાના પરિવારમાં પતિ સહિત પાંચ લોકોના લાપતા છે. વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા ઉવ.42, . ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા ઉંમર વર્ષ 15,. દેવાશીબા હિતેન્દ્રસિંહ જાડેજા ઉ.વ 10, ઓમદેવસિંહ ગોહિલ,. વિરેન્દ્રસિંહ ના સાઢુંભાઈ ના દીકરા, આ તમામ લોકો લાપતા હોવાથી જિજ્ઞા બા એક આશા સાથે તેમની ભાળની પ્રતિક્ષામાં છે. આવી અનેક પરિવારની વ્યથા અને દર્દભરી કહાણી છે.
શું છે સમગ્ર ઘટના
શનિવાર સાંજે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી. આ આગ ક્યા કારણે લાગી તેનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે, એક મિનિટમાં આખા ટીઆરપી ગેમ જોનને તેને બાનમાં લઇ લીઘું અને એક મિનિટમાં જ 27 લોકો અંદર બળીને ખાક થઇ ગયા. આગ એટલી ભીષણ હતી કે, કોઇના મૃતદેહ ઓળખવા પણ મુશ્કેલ છે. ડીએનએ બાદ જ તમામ પરિજનને તેમના સ્વજનના મૃતદેહ સોપાશે. સમગ્ર ઘટનાને લઇએ એસઆટીની શરૂ થઇ છે. જિજ્ઞા બા જેવા અનેક પરિવાર છે. જે આંસુભરી આંખે તેના પરિવારની ભાળ મેળવા આતુર છે.