રાજકોટ: વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ છે ત્યારે ગુજરતામાં દરેક પાર્ટી પ્રચાર પ્રસારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. તો બીજી તરફ પક્ષપલટાનો સીલસીલો પણ યથાવત છે. તાજેતરમાં જ અમદાવાદ શહેર કોગ્રેસ પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂકેલા ચેતન રાવલે હાથનો સાથે છોડી દીધો હતો. તો બીજી તરફ  કોંગ્રેસમાથી રાજીનામું આપ્યા બાદ ચેતન રાવલે અરવિંગ કેજરીવાલ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું છે. રાજકોટમાં અરવિંદ કેજરીવાલ સાથે ચેતન રાવલે મુલાકાત કરી હતી. જેથી એવી અટકળો ચાલી રહી છે કે, તેઓ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે. તમને જણાવી દઈએ કે, પૂર્વ ગૃહમંત્રી સ્વ. પ્રબોધ રાવલના પુત્ર છે ચેતન રાવલ. તેઓ વર્ષ 1999થી કોગ્રેસના સક્રિય સભ્ય રહ્યા હતા અને  અમદાવાદ શહેર કોગ્રેસ પ્રમુખ તરીકે પણ ફરજ નિભાવી ચુક્યા છે.


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કેજરીવાલે શું કર્યો મોટો દાવો ? 


ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો હજુ જાહેર નથી થઈ ત્યાં રાષ્ટ્રીય નેતાઓ રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. હાલ દિલ્હી સીએમ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. રાજકોટના નીલ સીટી ક્લબ ખાતે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું.  વિધાનસભા 71 ગ્રામ્યના કાર્યકરો અને શહેરના આગેવાનો કેજરીવાલને મળવા માટે પહોંચ્યા હતા. વિધાનસભાનો ચૂંટણી પહેલા આપને નેતાઓ સૌરાષ્ટ્રમાં સક્રિય થયા છે.  કેજરીવાલ એ કહ્યું સુત્રોના હવાલે થી આઇ.બી નો એક સર્વે આવ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. ભાજપનો એક જ પ્રયાસ કોંગ્રેસના કોઈપણ રીતે મજબૂત કરવી..ભાજપ એ કોંગ્રેસને જવાબદારી આપી જેટલા વોટ લેવા હોય એટલા આમ આદમી પાર્ટીના લઈ લો. ગુજરાતમાં કોંગ્રેસની 10થી વધુ સીટો નહીં આવે તેવો દાવો તેમણે કરી કહ્યું, ગુજરાતના લોકો બદલાવ અને પરિવર્તન માટે વોટ આપશે.


નેતાની નહીં જનતાની મરજીથી કામ થશે


અરવિંદ કેજરીવાલ ગુજરાતી ભાષા માં લોકોને કેમ છો કહીને અભિવાદન કરી કહ્યું, ગુજરાતમા મોટા બદલાવની જરુર છે. કાર્યકરોને મહેનત કરવા તેમણે આહ્વાન કર્યું. જે બાદ કહ્યું, ગુજરાતમાં ભ્રષ્ટાચાર નાબુદ કરશે. પ્રાઈવેટ સ્કૂલમાં ફી બંધ થશે. સ્કૂલનું ઓડિટ કરાવાશે, નેતાની મરજીએ નહી જનતાની મરજીથી કામ કરશે.


ગાય મુદ્દે કેજરીવાલે શું આપી ગેરંટી


અરવિંદ કેજરીવાલે રાજકોટમાં ગાય મુદ્દે ગેરન્ટી આપી હતી. કેજરીવાલે દરેક ગાયના નિભાવ માટે દરરોજના 40 રૂપિયા આપવાનો દાવો કર્યો હતો. ગુજરાતમાં AAPની સરકાર બનતા અમે ૪૦ રૂપિયા પ્રતિ ગાય, પ્રતિ દિવસ તેમની સારસંભાળ માટે આપીશું તથા પ્રત્યેક જિલ્લામાં પાંજરાપોળ બનાવવામાં આવશે. જ્યાં એવા ગાયો કે જે રસ્તામાં રજળે છે અથવા જેમને દૂધ આપવાનું બંધ કરી દીધું છે એમની પાંજરાપોળમાં સારસંભાળ કરવામાં આવશે