Rajkot: દેશભરમાં સનાતન ધર્મના વિવાદને લઈને રાજનીતિ ગરમાઈ છે. સનાતન ધર્મ વિવાદ મામલે રાજકોટની શોભાયાત્રામાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે સમસ્ત હિંદુ સમાજે એક થવાની જરૂર.
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સમસ્ત હિન્દુ સમાજને એક થવાની જરૂર છે. આપણે કોઈને નડવાનું નથી. પણ જો આપણને કોઈ નડે તો તેને છોડવાના પણ નથી.
તેમણે કહ્યું હતું કે કોઈપણ વિવાદનો સંવાદથી ઉકેલ લાવવો જોઇએ. ધર્મની વિરૂદ્ધ પ્રવચન કરે તેમને મોટા કહેવા કે નહીં તે સમાજે નક્કી કરવાનું છે
વજુભાઇ વાળાએ કહ્યું હતું કે જો કાંઈ ભૂલ હોય પરંતુ ધર્મ વચ્ચે સંઘર્ષ ન થવો જોઈએ. વજુભાઈ વાળાએ ઉદાહરણ કૃષ્ણ ભગવાનનું આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે નાની એવી ભૂલ થાય તો તલવાર કાઢીને માથું ન કાપવું જોઈએ. જે કાંઈ હશે તેનો નિર્વિવાદ નિરાકરણ આવશે. ધર્મની વિરુદ્ધ પ્રવચન કરે તેમને મોટા કેવા કે નહીં તે સમાજે નક્કી કરવાનું છે. હવે આવતા દિવસોની અંદર કોઈ આવી ભૂલ ન કરે તેવું પણ નિરૂપણ કરવાની જરૂર છે. ઇન્ડિયા ઇઝ ભારત,ભારત આપણો દેશ,ભારતના આપણે વાસીઓ છીએ.
રાજ્યભરમાં જન્માષ્ટમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવા દ્વારકામાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતુ. સમગ્ર દ્વારકા નગરી કૃષ્ણમય જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દ્વારકા નગરી આવી દ્વારકાધીશના દર્શન કરવા લાઈન લગાવી દીધી છે. જય દ્વારકાધીશના નાદથી મંદિર પરિષદ ગૂંજી ઉઠ્યું છે. ગોમતી ઘાટ પર હરિભક્તો આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. તો શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પોલીસ વિભાગ સજ્જ છે.
પોલીસ જવાનો ભક્તોની સુવિધા માટે તૈયાર છે. અનેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેથી તમામ હિલચાલ પર નજર રાખી શકાય. સાથે જ એક એસપી, સાત ડીવાયએસપી, 22 પીઆઇ, 65 પી.એસ.આઇ, 790 પોલીસ કર્મીઓ અને 690થી વધારે હોમગાર્ડ જીઆરડી અને એસઆરડી જવાનો ખડેપગે છે. વૃદ્ધો તેમજ દિવ્યાંગ લોકો માટે દર્શન માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.