જામનગરઃ સૌરાષ્ટ્રમાં આજે અલગ અલગ બે અકસ્માતમાં કુલ 4 લોકોના મોત થયા છે. ધ્રોલ રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. પટેલ ટ્રાવેલ્સની બસે અડફેટે લેતાં ગંભીર ઈજાગ્રસ્ત બન્નેના મોત થયા છે. બાઈક સવાર એક યુવક અને કિશોરનું મોત નીપજ્યું છે. અલતાફ અલીભાઈ રાઠોડ (ઉ.વ. ૨૫) અને અસલમ મુસાભાઈ મકવાણા (ઉ.વ. ૧૫)નું મોત નીપજ્યું છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ પાસે કાર અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોંડલ સિવિલમાં ખસેડાયા છે. બંનેની હાલત ગંભીર જણાતા રાજકોટ રીફર કરાયા છે.
બનાસકાંઠામાં સેજલપુરા પાટિયા નજીક કાર ઝાડ સાથે ટકરાઇ હતી. બાઈક ચાલકને બચાવવા જતા સર્જાયો અકસ્માત. પાલનપુર વડગામ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા સદનસીબે જાનહાનિ ટળી છે.
ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર શિહોરી નજીક અચાનક આખલો આવી જતા બાઈક ચાલકનું મોત નીપજ્યું છે. નેશનલ હાઈવે પર રખડતાં ઢોરના કારણે નિર્દોષ એક વ્યક્તિનો જીવ ગયો. બાઈક સવાર બે વ્યક્તિઓને નડ્યો અકસ્માત એકનું મોત થયું છે. મૃતક યુવકની લાશને પી.એમ અર્થ લઇ જવામાં આવી. ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
રાજકોટઃ ગુજરાતમાં ફરી એકવા કોરોના સંક્રમણ વકરી રહ્યું છે. બીજી તરફ સ્કૂલોમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સંક્રમિત બની રહ્યા છે. જિલ્લાના ઉપલેટાની મધર પ્રાઇડ સ્કૂલમાં એક સાથે 12 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. એક બાળકીનો ટેસ્ટ કરાવ્યા બાદ અન્ય બાળકોનો ટેસ્ટ કરતા એક સાથે 12 વિદ્યાર્થીઓને કોરોના આવ્યા હતા.
જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ કૈલાએ આઠ દિવસ માટે સ્કૂલ બંધ કરવાના આદેશ આપ્યા છે. રાજકોટ શહેરની સાથે જિલ્લામાં પણ વિદ્યાર્થીઓમાં કોરોનાનાનું સંક્રમણ વધ્યું છે.
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા હોવાની સત્તાવાળા દ્વારા ચેતવણી અપાય છે પણ વાસ્તવમાં કોરોનાના વધી રહેલા કેસોને જોતાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ હોય એવું છે.
ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને 21 ડિસેમ્બરથી કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યનાં ચાર મોટાં શહેરોની સાથે સાથે જિલ્લાઓમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પૈકી ગુજરાતના 6 જિલ્લા આણંદ, કચ્છ, ખેડા, વલસાડ, નવસારી અને ગાંધીનગરમાં કોરોનાના કેસો સતત વધ્યા છે. આ છ જિલ્લામાં સતત વધતા કોરોનાના કેસ લોકોની પણ ચિંતા વધારી રહ્યા છે.