રાજકોટઃ ગોંડલના નવા માર્કેટયાર્ડમાં અકસ્માત સર્જાયો છે. કપાસના ગ્રાઉન્ડમાં એક મહિલા પર લોડર ફરી વળ્યું હતું. લોડર ફરી વળતા મહિલા નું ઘટના સ્થળે મોત થયું હતું. મૃતકના મૃતદેહને પી.એમ. માટે ગોંડલ માર્કેટ યાર્ડની એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મૃતક મહિલા ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામના રહેવાસી છે. વધુ તપાસ ગોંડલ પોલીસે હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગતો એવી છે કે, કપાસની ગાંસડીઓ ભરેલું લોડર મહિલા પર ફરી વળ્યું હતું. આ અકસ્માતમાં શ્રીનાથગઢની મહિલાનું મોત નીપજ્યું હતું.
રાજકોટ-અમદાવાદ હાઇવે પર ટ્રક પાછળ ટેન્કર ઘૂસી જતાં ફાટી નીકળી આગ, એકનું મોત
સુરેન્દ્રનગરઃ રાજકોટ - અમદાવાદ હાઇવે પર જ્વલનશીલ પ્રવાહી ભરેલ ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. હાઇવે પર કુંભારા ગામ પાસે આગળ જઈ રહેલ ટ્રક પાછળ જ્વલનશીલ પ્રવાહી ભરેલ ટેન્કર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસમાત બાદ ટેન્કરમાં આગ લાગતા ટેન્કર ચાલકનું બળી જવાથી મોત નીપજ્યું હતું.
કલીનરનો આબાદ રીતે ચમત્કારિક બચાવ થયો છે. પાલિકાની ફાયર ફાયટર ટીમે ઘટના સ્થળે પહોંચી ટેન્કરમાં લાગેલ આગને બુઝાવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદઃ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બનેલી એક કરૂણ ઘટનામાં અકસ્માત જોવા ગયેલા યુવકને સામે સગા ભાણિયાની લાશ જોવા મળતાં તે સ્થળ પર જ બેભાન થઈ ગયા ગતા. નારોલ સર્કલ પર સતત બીજા દિવસે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં યુવક સાયકલ લઇને જતો હતો ત્યારે તેને કચડીને મોતને ઘાટ ઉતારી ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાયકલ ચાલક યુવક ટ્રક નીચે કચડાતા માથું, ચહેરાનો ભાગ સાવ છુંદાઈ ગયો હતો.
આ કેસની વિગત એવી છે કે, વટવામાં બીજલ ડુપ્લેક્સ પાસે પરીજાત ઉપવન ફ્લેટમાં રહેતા રાજકુમાર હરીશંકર યાદવ (ઉ.વ.38)ની બહેનનો દિકરો અજયકુમાર મુનર યાદવ (ઉ.વ.21)તેમના ઘરે રહેતો હતો. અજય ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને નોકરી જવા આવવા માટે સાયકલનો ઉપયોગ કરતો હતો.
1 ડીસેમ્બરે રાજકુમાર સવારે પોતે નોકરી પર ગયા હતા ત્યારે એક સહકર્મચારી પાસેથી જાણવા મળ્યું હતું કે, નારોલ સર્કલ પાસે મિત્તલ સેલ્સ એન્ડ સર્વિસની સામે સાયકલ ચાલકને અકસ્માત થયો છે. તેમણે પોતાના ભાણેજને ફોન કર્યો તો ફોન સ્વીચ ઓફ આવતો હતો. તેમણે તેના મિત્રને ફોન કરીને પૂછયું તો જાણવા મળ્યું કે અજય નોકરીએ આવ્યો નથી
આ સાંભળીને રાજકુમાર તરત અકસ્માતના સ્થળે પહોચ્યા હતા અને જોયું તો ટ્રક નીચે કચડાયેલ યુવક તેમનો ભાણીયો જ હતો. આ જોઈને રાજકુમાર બેભાન થઈ ગયા હતા. અજયનેને માથા તથા ચહેરાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી સ્થળ પર મોત થયું હતું. આ ઘટના અંગે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકુમારે પોતે અજાણ્યા ટ્રક ચાલક સામે ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટશનમાં ફરિયાદ નોંધાવી છે. શુક્રવારે બપોરે અજાણ્યા વૃધ્ધ ગામડી ચાર રસ્તાથી સાયકલ લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે રોપડા ચાર રસ્તા તરફથી પૂર ઝડપેઆવેલી ટ્રકે ટકક્કર મારીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા.