રાજકોટઃ છેલ્લા કેટલાય દિવસથી રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહે ધામા નાંખ્યા છે, ત્યારે ગઈ કાલે રાત્રે રાજકોટ શહેરની હદ સુધી સિંહ પહોંચી જતા લોકોમાં ભય ફેલાયો છે. ગઈ કાલે રાત્રે રાજકોટ શહેરની હદ સુધી પહોંચી ગયેલા સિંહે આજી ડેમ પાસે ગાયનું મારણ કર્યું હતું. કાળુભાઇ બીજલભાઇ મુંધવાની ગાયનું મારણ કર્યું હતું.
મારણ કરીને ફરી સાવજ વિડી વિસ્તારમાં જતા રહ્યા હતા. વડાળી ગામથી સાવજો રાજકોટ શહેરમાં મારણ કરવા માટે પહોંચ્યા હતા. નોંધનીય છે કે, એક મહિનાથી સાવજો રાજકોટ તાલુકામાં હતા, હવે શહેર તરફ વળ્યા છે. જેને કારણે હવે શહેરીજનોમાં ડરનો માહોલ છે. આ ગામડાઓમાં છેલ્લા એક મહિનાથી સાવજો વિહરી રહ્યા છે.
સરધાર, ત્રંબા, પાડાસણ, ડુંગરપુર, નારણકા, ભાયાસર, કોટડા સાંગાણી, અરડોઈ,રીબડા,ગુંદાસરા,રાજપરા,વડાળી,લોધીડા પડવલા સહિત 25 જેટલા ગાંડાઓમાં સિંહે ધામા નાંખ્યા છે અને હવે રાજકોટની ભાગોળે સિંહ પહોંચી ગયા છે.
રાજકોટ શહેરની હદ સુધી સિંહ પહોંચી જતા લોકોમાં ફફડાટ, આજી ડેમ પાસે કર્યું મારણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jan 2021 11:29 AM (IST)
ગઈ કાલે રાત્રે રાજકોટ શહેરની હદ સુધી સિંહ પહોંચી જતા લોકોમાં ભય ફેલાયો છે. ગઈ કાલે રાત્રે રાજકોટ શહેરની હદ સુધી પહોંચી ગયેલા સિંહે આજી ડેમ પાસે ગાયનું મારણ કર્યું હતું. કાળુભાઇ બીજલભાઇ મુંધવાની ગાયનું મારણ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -