રાજકોટ: રાજકોટ શહેરમાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં બે ભાઈઓએ એકની એક બહેન ગુમાવી છે.  ફોરેસ્ટની પરીક્ષામાં સુપરવિઝન કરવા જતી 19 વર્ષની ક્રિષ્ના ભારથીને અજાણ્યા વાહને હડફેટે લેતા તેનુ ઘટનાસ્થળે જ  મોત થયું હતું.  


મેટોડા GIDCમાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી હતી.  મૂળ ધારી પંથકની વતની અને હાલ પોતાના માસીના ઘરે રહેતી ક્રિષ્ના ફોરેસ્ટની પરીક્ષામાં સુપરવિઝન કરવા જતી હતી. આ દરમિયાન અજાણ્યા વાહને હડફેટે લેતા તેનુ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.  


આ યુવતનીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર કારગત નીવડે તે પહેલા જ યુવતીએ દમ તોડ્યો હતો. બે ભાઈઓએ એકની એક બહેન ગુમાવી છે. આ યુવતીના મોતને લઈ પરિવારમાં કલ્પાંત જોવા મળ્યો હતો.  


મૂળ ધારી પંથકની વતની અને હાલ પોતાના માસીના ઘરે રહેતી બે ભાઈઓની એકની એક બહેન ફોરેસ્ટની પરીક્ષામાં સુપરવિઝન કરવા જઈ રહી હતી. ત્યારે અજાણ્યા વાહને હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં યુવતીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.            


લગ્નની કંકોત્રી આપી જતા સમયે બાઈક પર વૃક્ષ પડ્યું, પુત્રની નજર સામે માતાનું મોત


રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે.  રાજકોટ જિલ્લાના ગોંડલમાં પુત્રના લગ્નની કંકોત્રી આપીને જતા સમયે અકસ્માતની ઘટના બની છે. ગોંડલના વાછરા રોડ પર બાઈક સવાર પર વૃક્ષ પડતા પુત્રની નજર સામે જ માતાનું મોત નિપજ્યું હતું. જસદણ તાલુકાના વેરાવળ ગામેથી ગોંડલના વાછરા ગામે સગાને ત્યાં માતા પુત્ર કંકોત્રી આપવા આવ્યા હતા.


કંકોત્રી આપ્યા બાદ ગોંડલ ખરીદી કરવા જતાં સમયે ચાલુ બાઈક પર ઝાડ પડતા પુત્રને ઇજા થઈ હતી. જ્યારે માતા વિજયાબેનને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. વૃક્ષ પડવાના બનાવના પગલે 108 અને નગરપાલિકાની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. પુત્રને ગંભીર ઈજા થતાં ગોંડલ નગરપાલિકા એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો.


મૃતક વિજયાબેનના મૃતદેહને  પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. આ અકસ્માતની ઘટનાને લઈ ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  પુત્રના લગ્ન પહેલાં માતાના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.