રાજકોટ: રાજકોટમાં એક વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીની ધોરણ 12માં એક વિષયમાં નાપાસ થઈ હતી. બાદમાં પુરક પરીક્ષામાં પાસ થઈ હતી. જો કે કૉલેજમાં એડમિશન ન મળતા હતાશ વિધાર્થીનીએ ગળાંફાસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.  રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતી 18 વર્ષની વિદ્યાર્થીનીએ આત્મહત્યા  કરી હતી. વિદ્યાર્થીએ સવારે પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી.


વિદ્યાર્થીની બે બહેનો અને એક ભાઇમાં મોટી હતી


રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં  શાંતિનગરમાં શ્‍યામવિલા-1 એપાર્ટમેન્‍ટમાં રહેતી વિદ્યાર્થીની પ્રાર્થના વિપુલભાઇ પારેખે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો  હતો.  આપઘાત કરનાર વિદ્યાર્થીની બે બહેનો અને એક ભાઇમાં મોટી હતી. પ્રાર્થનાના પિતા છૂટક મજૂરી કામ કરે છે, જ્યારે તેના માતા શાળામાં પ્યુન છે. ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરનારી વિદ્યાર્થીનીએ લખેલી સુસાઈડ નોટ પોલીસને મળી આવી છે. આ સુસાઈડ નોટમાં  આત્મહત્યા કરનાર પ્રાર્થનાએ લખ્યું છે કે, મને એડમિશન ન મળ્‍યું તો હું શું કરીશ, તમારા કરતા વધારે મને ટેન્શન છે, કારણ કે ફ્યૂચર તો મારું છે ને.


કૉલેજમાં એડમિશન ન મળતા પરેશાન હતી


વિદ્યાર્થીની પ્રાર્થના કૉલેજમાં એડમિશન ન મળતા હતાશ હતી. તે  ધોરણ-12માં એક વિષયમાં નાપાસ થઈ હતી. બાદમાં તેણે પૂરક પરીક્ષા પાસ કર્યા બાદ  કૉલેજમાં એડમિશન લેવા માટે પ્રયત્નો કર્યા હતા. પરંતુ વિદ્યાર્થીનીને કૉલેજમાં પ્રવેશ ન મળતા તે હતાશ થઈ ગઈ હતી. આઘાતમાં તેણે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. 


વિદ્યાર્થીની પ્રાર્થનાની સુસાઈડ નોટ અક્ષરશઃ


મને આજે જો Admmision ન મલ્યું તો હું શુ કરીશ તમને બધાને લાગે છે કે હું આખો દિવસ ખુશ રવ છુ,  તો મને કાય tension  નથી, તમારા કરતા વધારે મને tension છે, કારણ કે  future તો મારું છે ને તેથી...sorry sorry  પ્રાર્થના. 




બીજી તરફ દીકરીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરતા પરિવાર શોકમાં છે. હાલ તો આ મામલે પોલીસે સુસાઇડ નોટ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મૃતદેહને  પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.   


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial