રાજકોટઃ દિવાળીના તહેવાર આડા ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ લોકો માટે રાહતના સમાચાર છે. સીંગતેલના ડબ્બામાં રૂપિયા 45નો ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવક થતા તેલના ડબ્બામાં રૂપિયા 45નો ઘટાડો થયો હતો. છેલ્લા 8 દિવસમાં તેલના ભાવમાં 150 રૂપિયાનો ઘટાડો થયો છે. અને એક મહિનામાં તેલના ભાવમાં 375 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તહેવાર સમયે સીંગતેલના ભાગવામાં ઘટાડો થતા લોકો રાહત અનુભવશે. આ વર્ષે ચોમાસું પ્રમાણમાં સારુ જતા મગફળીની આવકમાં વધારો થયો છે. આ પહેલા સીંગતેલમાં સતત વધારાને લીધે સામાન્ય લોકોની પહોંચની બહાર થઇ ગયું હતું. સીંગતેલના ભાવમાં ઘટાડાથી સામાન્ય લોકોને થોડી રાહત જરૂર થશે.


આ પહેલા મગફળીની આવક ઘટતા તેમજ સંગ્રહખોરીના લીધે તેલના ભાવામાં સતત વધારો થયો હતો. જેમા મગફળીની કૃત્રિમ માંગ ઉભી કરીને આ ભાવ વધારો કરવામાં આવતો હોવાની નિષ્ણાતો માની રહ્યા હતા.