રાજકોટઃ વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગી શકે છે. ઇંદ્રનીલ રાજ્યગુરુ બાદ રાજભા ઝાલા પણ આમ આદમી પાર્ટી છોડી શકે છે. આજે રાજકોટમાં અરવિંદ કેજરીવાલના કેમ્પ અને રોડ શોમાં પણ રાજભા નહીં જોડાય તેવી શક્યતા છે.


બે દિવસ પહેલા જ રાજભા ઝાલાએ આરોપ લગાવ્યો હતો કે 'આમ આદમી પાર્ટીમાં નવા નેતા આવે એટલે જૂના નેતાને સાઈડલાઈન કરાય છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, રાજભા ઝાલાએ ગઈકાલે સમર્થકોની બેઠક બોલાવી અને 14 નવેમ્બર પછી AAP પાર્ટીને અલવિદા કહેશે તેવું બેઠક બાદ નક્કી કરાયું છે.


Gujarat Election 2022: સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં કેજરીવાલ આજે કરશે રોડ શો, જાણો વિગત


Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર થતાં જ રાજ્યમાં ચૂંટણી માહોલ જામવા લાગ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને નેતાઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે પીએમ મોદી, એઆઈએમઆઈએમના ઔવેલી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ગુજરાતમાં છે.


કેજરીવાલ ક્યાં કરશે રોડ શો


આજે રાજકોટમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો રોડ શો છે. સાંજે પાંચ વાગ્યે શહેરના કોઠારીયા ચોકડીથી નિલકંઠ સિનેમા સુધી રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કરાશે. કેજરીવાલનો રોડ શો ત્રણ વિધાનસભા બેઠકની બોર્ડર પર છે. જેમાં રાજકોટ ગ્રામ્ય,દક્ષિણ અને પૂર્વ બેઠકનો સમાવેશ થાય છે. આ ત્રણમાંથી બે બેઠકોમાં ઉમેદવાર આપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. કેજરીવાલ રોડ શો કરશે તે આખો વિસ્તાર મધ્યમવર્ગીય છે.


Gujrat Election 2022: વિધાનસભાની ચૂંટણીને લઇને મોટા સમાચાર, BTPના આ નેતા ચૂંટણી લડવાનો કર્યો ઇન્કાર


Gujrat Election 2022:ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં રાજકિય ગતિવધિ વધી રહી છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટી (btp) દ્વારા ઉમેદવારાની પ્રથમ યાદી જાહેર કરાઇ છે. જો કે BTP¶ÛÛ આ નેતા છોટુ વસાવાએ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે.


BTPના સુપ્રીમો છોટુ વસાવાએ  આ વખતે ચૂંટણી નહીં લડલાનો નિર્ણય કર્યો છે. સુત્રો દ્રારા મળતી  માહિતી પ્રમાણે નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે.


રાજકારણના મોટા સમાચાર...BTPના સુપ્રીમો છોટુ વસાવા આ વખતે ચૂંટણી નહીં લડે...સુત્રોની માહિતી પ્રમાણે નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. નોંધનિય છે કે, તેઓ ચૂંટણી ન લડતા આખરે  ઝઘડિયા બેઠક પરથી પુત્ર મહેશ વસાવા ઉમેદવારી કરી શકે છે..અને ડેડીયાપાડા બેઠક પર BTP બહાદુર વસાવાને ટીકીટ આપે એવી પણ શક્યતા જોવાઇ રહી છે. ..જો કે ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ આજે જ 12 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે..જેમાં નાંદોદ વિધાનસભા બેઠક પર મહેશ શરદ વસાવાને ઉમેદવાર જાહેર કરાયા છે..નાંદોદ બેઠકના જાહેર થયેલ ઉમેદવાર...જે રાજપીપલા નગરપાલિકાનાના માજી પ્રમુખ રહી ચૂક્યા છે...આ સાથે જ ભિલોડા બેઠકથી માર્ક કટારા, દાહોદ બેઠક પરથી મેડા દેવેંદ્રભાઈ, કરજણ બેઠક પરથી ઘનશ્યામભાઈ વસાવા, જંબુસર બેઠક પરથી મણીલાલભાઈ પંડ્યા સહિત 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે