Gujarat Assembly Election 2022: સૌરાષ્ટ્ર કોગ્રેસના ક્યા ધારાસભ્યએ કહ્યુ- AAPને મત આપવા કરતા ભાજપને મત આપવો

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ છે. ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે

Continues below advertisement

ગાંધીનગરઃ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ છે. ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે કૉંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. તેમના નિવેદનથી સૌ કોઇ ચોંકી ઉઠ્યું છે. ધોરાજીની સભામાં લલિત વસોયાનું રામાયણનું ઉદાહરણ આપતા કહ્યુ હતું કે ભાજપની તાકાત નથી કે ધોરાજી-ઉપલેટામાં કૉંગ્રેસને હરાવી શકે. ભાજપની બી ટીમ આમ આદમી પાર્ટી હરાવી શકે તેમ નથી એટલે મફત વીજળી,  ગરીબોની વાત, ગેરંટી કાર્ડ આપશે પરંતુ તેનાથી છેતરાવાની જરૂર નથી. વસોયાએ કહ્યું કે આમ આદમી પાર્ટી કૉંગ્રેસના મત તોડવા આવી છે. જેથી આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપવો.

Continues below advertisement

કૉંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાના નિવેદન બાદ ભાજપે પણ નિવેદન આપ્યું છે. વસોયાના વીડિયોને ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ ટ્વીટ કર્યો અને લખ્યું હતું કે કૉંગ્રેસના વર્તમાન ધારાસભ્ય લલિત વસોયા કૉંગ્રેસના મંચથી ભાજપને મત આપવા અપીલ કરે છે. જે તેમના અંતરઆત્માનો અવાજ છે

Gujarat Elections: વાંકાનેરમાં કેજરીવાલે કહ્યું, જો અમારી સરકાર બનશે તો મોરબીમાં આ કામ કરશે

Gujarat Elections 2022: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન રવિવારે (6 નવેમ્બર) વાંકાનેરમાં તિરંગા યાત્રામાં કેજરીવાલે ભાગ લીધો હતો. કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે, મોરબી કેબલ બ્રિજનું સમારકામ કરનારા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, જો ગુજરાતમાં AAPની સરકાર બનશે તો મોરબીમાં વિશાળ પુલ બનાવશે.

મોરબી બ્રિજ દુર્ઘટનાનો કર્યો ઉલ્લેખઃ

મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં 'તિરંગા યાત્રા' દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, જો 'ડબલ એન્જિન' ભાજપને ફરીથી જનાદેશ મળશે તો ભવિષ્યમાં પણ મોરબી બ્રિજ દુર્ઘટના જેવી દુર્ઘટના થશે. "મોરબીમાં જે બન્યું તે ખૂબ જ દુઃખદ હતું. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં 55 બાળકોનો સમાવેશ થાય છે. તેઓ તમારા બાળકો હોઈ શકે છે. જે બન્યું તે ખૂબ જ દુઃખદ હતું, પરંતુ તેનાથી પણ વધુ દુઃખ એ વાતનું છે કે, આ દુર્ઘટના માટે જવાબદારોને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. કેજરીવાલે કહ્યું કે, જો ગુજરાતમાં AAPની સરકાર બનશે તો મોરબીમાં પુલ બનાવશે.

 

Continues below advertisement
Sponsored Links by Taboola