Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ તમામ પક્ષોએ પ્રચાર-પ્રસાર વેગીલો બનાવ્યો છે. ભાજપ દ્વારા પીએમ મોદીની 20મી ચાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. 20 નવેમ્બરે પીએમ મોદી સૌરાષ્ટ્રમાં ચાર સભા ગજવશે. તેઓ વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદમાં જનસભા સંબોધશે.

ભાજપના સ્ટાર પ્રચારકો

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર થઈ ગઈ છે. ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રધાનમંત્રી મોદી, કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસ, આસામના મુખ્યમંત્રી હેમંત શર્મા બિસ્વા સહિતના નેતાઓને સ્ટાર પ્રચારક બનાવાયા છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં અભિનેતા પરેશ રાવલ, હેમા માલિની, રવિ કિશન, મનોજ તિવારીના નામ સામેલ છે. આ સિવાય ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંતા બિસ્વા શર્મા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ સ્ટાર પ્રચારક હશે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બંનેએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. બીજી તરફ અભિનેતા પરેશ રાવલ ઉપરાંત ભોજપુરી ગાયક અને પાર્ટીના સાંસદ મનોજ તિવારી, અભિનેતા-રાજકારણી રવિ કિશન અને ગાયક-રાજકારણી દિનેશ લાલ યાદવ 'નિરહુઆ' પણ આ યાદીમાં છે. 

કોંગ્રેસના સ્ટાર પ્રચારકો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેમ્પેન કમિટીના ચેર પર્સન બન્યાં છે. પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી રૂપેશ બઘેલ પણ સભાઓ ગજવશે.

  • મલ્લિકાર્જુન ખડગે
  • સોનિયા ગાંધી
  • રાહુલ ગાંધી
  • પ્રિયંકા ગાંધી વાડ્રા
  • અશોક ગેહલોત
  • ભુપેશ બઘેલ
  • રમેશ સી
  • દિગ્વિજય સિંહ
  • કમલનાથ
  • ભુપેન્દ્ર સિંહ હુડ્ડા
  • અશોક ચવાણ
  • તારીક અનવર
  • બી.કે હરિપ્રસાદ
  • મોહન પ્રકાશ
  • શક્તિસિંહ ગોહિલ
  • રઘુ શર્મા
  • જગદીશ ઠાકોર
  • સુખરામ રાઠવા
  • સચિન પાયલટ
  • શિવાજીરાવ મોઘે
  • ભરતસિંહ સોલંકી
  • અર્જુન મોઢવાડિયા
  • સિદ્ધાર્થ પટેલ
  • અમિત ચાવડા
  • નારણભાઈ રાઠવા
  • જિગ્નેશ મેવાણી
  • પવન ખેરા
  • ઈમરાન પ્રતાપગઢી
  • કનૈયા કુમાર
  • કાંતિલાલ ભુરિયા
  • નસીમ ખાન
  • પરેશ ધાનાણી
  • વિરેન્દ્ર સિહ રાઠોડ
  • ઉષા નાયડુ
  • રામક્રિષ્ન ઓઝા
  • બી એમ સંદીપ
  • અનંત પટેલ
  • અમરિંદર સિંહ
  • ઈન્દ્રવિજયસિંહ ગોહિલ