મોરબીઃ ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. મોરબી બેઠક પર પણ પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આ માટે ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોત-પોતોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જોકે, પેટાચૂંટણી પહેલા કોંગ્રેસ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ભાજપમાં જોડાઈ તેવી શક્યતા છે.
કિશોર ચીખલીયા ભજપમાં જોડાઈ તેવી શક્યતા જોવાઇ રહી છે. કોંગ્રેસમાંથી જયંતી જેરાજને ટિકિટ મળતા કિશોરભાઈ નારાજ હોવાના સંકેતો મળી રહ્યા છે. આજે ભાજપ કાર્યાલયના ઉદ્ધતાન સમયે કિશોર ચીખલીયા જોડાય તેવી શક્યતાઓ છે. કિશોર ચીખલીયા પર એસીબીમાં થયેલ કેસ પાછો ખેંચવા અને જિલ્લા પંચાયતમાં ફરી પ્રમુખ બનાવવા માટેની ભાજપે કમિટમેન્ટ કર્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું ચે.
કિશોર ચીખલીયા કોંગ્રેસના ટિકિટના મહત્વના દાવેદાર હતા. કિશોર ચીખલીયા ભાજપમાં જોડાશે તો કોંગ્રેસને મોટો ફટકો પડશે.
પેટાચૂંટણી પહેલા કોંગ્રેસ માટે માઠા સમાચારઃ કોંગ્રેસના કયા દિગ્ગજ નેતા ભાજપમાં જોડાય તેવી શક્યતા? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Oct 2020 08:46 AM (IST)
પેટાચૂંટણી પહેલા કોંગ્રેસ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ભાજપમાં જોડાઈ તેવી શક્યતા છે. કિશોર ચીખલીયા ભજપમાં જોડાઈ તેવી શક્યતા જોવાઇ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -