રાજકોટઃ રાજકોટમાં કોંગ્રેસમાં સભ્ય નોંધણી કાર્યક્રમમાં જોડાયેલા યુવકોની સાથે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની બેઠક કરી હતી. યુથ કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત સભ્ય નોંધણી અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
જેમાં હાર્દિક પટેલે કહ્યું, યુથ કોંગ્રેસને મજબૂત બનાવવાના પ્રયાસો થઈ રહ્યો છે.સારા લોકોને મેદાને ઉતારવા માંગીએ છીએ. બેરોજગાર યુવકોને નોકરી મળી જાય તેવા પ્રયાસો કરીશું.
નિખિલ સવાણી મુદ્દે શું કહ્યું હાર્દિકે
નિખિલ સવાણી આમ આદમી પાર્ટીમાં સામેલ થવા મામલે હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું, જેને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. નરેન્દ્રભાઈ મોદીની જેમ અમે કોઈને દબાવી રાખતા નથી.
આમ આદમી પાર્ટીને લઈ શું કહ્યું હાર્દિકે
કાર્યક્રમમાં હાર્દિકે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેણે કહ્યું નારાજ મતદારો વિરોધપક્ષ કોંગ્રેસમાં ન જાય અને આમ આદમી પાર્ટીને ઉભી કરવામાં આવી છે.આમ આદમી પાર્ટીને મત મળે અને કોંગ્રેસ સત્તામાં ન આવે તે માટેનું ષડયંત્ર છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં (Coronavirus Second Wave) નવા કેસમાં સતત ઘટાડો છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 74 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.72 ટકા થયો છે. અમદાવાદ અને સુરત શહેરમાં 5-5 કેસ, ભરૂચ અને વડોદરામાં 3-3 કેસ, બનાસકાંઠા, ગીર સોમનાથ, જુનાગઢ શહેર, ખેડા,મોરબી, રાજકોટ શહેર, વડોદરા, વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે. બીજી વેવમાં રાજ્યમાં સતત એક સપ્તાહથી 50થી ઓછા કેસ નોઁધાયા છે. અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, કચ્છ, મહિસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને તાપીમાં એક પણ કેસ નોંધાયો નથી.