રાજકોટઃ ફરી એકવાર દરેક તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. તેલીયા રાજા સ્ટોક કરવા લાગતા ભાવમાં ધરખમ વધારો થયો છે. સાતમ-આઠમના તહેવારો પૂર્વે તેલના ભાવમાં રૂપિયા 30 થી લઇને 150 રૂપિયા સુધીનો વધારો થયો છે. સિંગતેલ ડબાના ભાવમાં 20 દિવસમાં 95 રૂપિયા તો કપાસિયા તેલના ભાવમાં 20 દિવસમાં 150 રૂપિયાનો ભાવ વધારો થયો છે.
સીંગતેલનો ડબ્બો ફરી 2465 અને કપાસિયા તેલનો ડબ્બો 2400 રૂપિયાએ પહોંચ્યો છે, તો પામોલીન, સરરિયુ, સનફલાવર, કોર્ન ઓઇલ અને કોપરેલના તેલના ભાવમાં પણ વધારો થયો છે. તેલમાં વધારા માટે અનેક કારણો જવાબદાર છે. ગત વર્ષ કરતા દરેક તેલના ભાવમાં 500 થી 700 રૂપિયાનો વધારો થયો છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં તેજી હોવાથી દરેક તેલના ભાવમાં વધારો થયો છે.
આગામી વર્ષે એક લાખથી વધારે યુવકોને મળશે નોકરી, કઈ કંપનીઓમાં ખુલશે બમ્પર ભરતી?
આગામી નાણાકીય વર્ષ 2022માં એક લાખથી વધારે યુવકોને નોકરી મળશે. ભારતની મોટી આઇટી કંપનીઓ સરેરાશ 30 ટકાથી વધું નવી ભરતી કરવાની તૈયારીમાં છે. આઈટી સેક્ટરમાં વધતી માંગ, વધતા ડિજિટલાઈઝેશન અને વધતા એટ્રિશનના કારણ નવી ભરતીઓ કરવાની તૈયારીમાં છે. મોટી કંપનીઓની તરફથી 1.1 લાખ નવા ભરતી માટેની જાહેર થઈ શકે છે, તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે.
અહેવાલ પ્રમાણે, ઈન્ફોસિસ 35000, વિપ્રો 12000, એચસીએલ 20000-22000 અને ટીસીએસ લગભગ 40000 નવી ભરતી બહાર પાડી શકે છે. ઈન્ફોસિસે કહ્યું કે તે નાણાકીય વર્ષ 2021-22માં 35000 નવી ભરતી બહાર પાડશે. ગયા વર્ષે કંપનીએ 21000 નવા ભરતી કરી હતી. વિપ્રો ચાલુ વર્ષમાં 12000 નવી ભરતી બગાર પાડશે. જે ગયા વર્ષની તુલનામાં 33 ટકા વધારે છે.
એચસીએલ ટેક હાલમાં 20000-22000 ભરતી કરશે, જે ગયા વર્ષે 14,600 હતી, જે લગભગ 50 ટકા વધુ છે. ટીસીએસ નાણાકીય વર્ષમાં 40,000 પાસ આઉટ્સને ભરતી કરવાની તૈયારીમાં છે. ગયા વર્ષે કંપનીએ આટલી જ નવી ભરતી બહાર પાડી હતી.
આગામી ત્રણ મહિનામાં ટોપ 4 આઈટી કંપનીઓ 48,443 નવા ભરતી કરી છે. ડિજિટલ, ક્લાઉડ અને સાઈબર સિક્યોરિટી ટેક્નોલોજી પર વધતા ફોકસના કારણ બજારમાં આઈટી સેક્ટ માટે સતત માંગ વધતી રહે છે. તેનો ફાયદો ભારતીય આઈટી કંપનીઓને મળી રહ્યો છે.
જૂન ત્રિમાસમાં ટીસીએસને 8.1 અરબ ડોલરનો નવો ઓર્ડર મળ્યો છે. ત્યાં જ ઈન્ફોસિસને 2.6 અરબ ડોલરનો અને વિપ્રોને 71.5 કરોડ ડોલરના નવા ઓર્ડર મળ્યા છે. જ્યારે એચસીએલ ટેકને 1.67 અરબ ડોલરની નવી ડીલ મળી છે. કંપનીને આ ઓર્ડર્સને પૂરા કરવા માટે માણસોની જરૂર છે. જેના માટે આ બમ્પર ભરતી બહાર પડી છે.