રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ સક્રીય બની છે. ત્યારે આ વખતે નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીને લઈને તેમના પર સૌની મીટ મંડાયેલી છે. તાજેતરમાં જ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાનું નક્કી હોવાનું અને મોટી જવાબદારી આપવાના અહેવાલો પ્રસારીત થયા હતા. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા નરેશ પટેલને વધુ એકવાર ઓફર કરવામાં આવી છે. 

Continues below advertisement

રાજકોટ ખાતે કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા અને લલિત વસોયાએ પત્રકાર પરીષદ કરી રહી હતી, જેમાં કહ્યું હતું કે, નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો સમગ્ર કોંગ્રેસને ફાયદો થાય. ધોરાજી અને ઉપલેટમાં નરેશભાઈ લડે તો મારી તૈયારી. ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું, હું ખભે બેસાડીને ચૂંટણી લડવવા માટે તૈયાર. ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું મારે અનેકવાર નરેશભાઈ સાથે સંપર્ક. સૌરાષ્ટ્રના કોંગ્રેસના બે પાટીદાર ધારાસભ્યોએ નરેશ પટેલને કોંગ્રેસમાં આમંત્રણ આપ્યું. નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો ગુજરાતના યુવાનો અને ખેડૂતોને ફાયદો થશે, તેમ લલિત કગથરાએ ઉમેર્યું હતું.  રાજકોટ જિલ્લામાં ઘણા લાંબા સમય બાદ કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. મોંઘવારીને લઈને વિરોધ પ્રદર્શન કરશે. ધારાસભ્યો સહિત કોંગ્રેસના સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા. આ સમયે ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. 

ગુજરાતની રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો પ્રમાણે, નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનશે. જયપુરમાં પ્રશાંત કિશોર સાથે નરેશ પટેલની મુલાકાત થઈ હોવાનો દાવો અહેવાલમાં કરવામાં આવ્યો છે. નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા માટે અશોક ગેહલોતની મહત્વની ભૂમિકા છે. પ્રશાંત કિશોરે સૂચવેલી ફોર્મ્યૂલાને કોંગ્રેસે સ્વીકારતા નરેશ પટેલની એન્ટ્રી નક્કી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. 

Continues below advertisement

હવે આ મુદ્દે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્રએ પોસ્ટ મૂકી છે. નરેશભાઈ પટેલ કોઈ પાર્ટીમાં નહિ જોડાઈ. કોંગ્રેસમાં જોડાવાની અટકળો વચ્ચે નરેશ પટેલના પુત્રએ પોસ્ટ મૂકી. ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ પણ નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાની વાત ખોડલધામ તરફથી ખોટી ગણાવી.

રેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહી તેને લઈને તમામ લોકો જાણવા માંગે છે. આજે રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે નરેશભાઈ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી.  નરેશભાઈ પટેલે મીડિયા સમક્ષ વાત કરતા  કહ્યું,   આપ બધાને દિલગીર વ્યક્ત કરુ છુ તમે લોકો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ હું બહાર હતો.  આજે આપના પ્રશ્નોના જવાબ આપવા આપની સમક્ષ હાજર થયો છું. 

અગાઉ ખોડલધામના નરેશભાઈ પટેલે કહ્યું કે તમામ રાજકીય પક્ષના નેતાઓ સંપર્કમાં છે. એપ્રિલના ત્રીજા સપ્તાહ સુધીમાં રાજકારણમાં જોડાવા અંગે નિર્ણય કરશું, સમગ્ર ગુજરાતમાં ખોડલધામનું નેટવર્ક છે અને જિલ્લા અને તાલુકા લેવલે સમિતી છે તેમાં સર્વે ચાલી રહ્યો છે. 

નરેશભાઈ પટેલે કહ્યું કે પ્રશાંત કિશોર સાથે ખૂબ જૂનો સબંધ છે તેના લીધે મળવાનું થયું છે. નરેશ પટેલે પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હોવાની વાત સ્વિકારી છે.નરેશ પટેલ પોતે રાજકારણમાં જોડાવવા ઈચ્છતા હોવાની વાત તેમણે મીડિયા સમક્ષ સ્વિકાર કરી છે. તેમણે કહ્યું રાજનીતિમાં જોડાવા અંગે સમાજમાં સર્વે કરાવી એપ્રિલમાં લેશે નિર્ણય. નરેશભાઈ પટેલે કહ્યું કે,  ગુજરાતનાં તમામ ગામડાઓથી લઈને શહેર અને જીલ્લામાં વસતા દરેક સમાજના લોકોના અંગત પ્રતિભાવો એકઠા કરીને એક રીપોર્ટનું નિર્માણ કરશે જે રીપોર્ટ આવ્યા બાદ જ પોતે આખરી નિર્ણય લેશે. રાજકારણમાં જશે તો કઈ પાર્ટી સાથે જોડાશે તે પ્રશ્નનાં જવાબમાં ખોડલધામના નરેશ પટેલે જણાવ્યું કે, સર્વે સમિતિનાં રીપોર્ટ  બાદ  આ નિર્ણય લઇ શકાશે અને ત્યાં સુધી કંઈ પણ કહેવું મુશ્કેલ છે.