રાજકોટ: 5 દિવસની પુત્રીને હોસ્પિટલમાં છોડી સુલતાનપુરનું દંપતી નાસી છૂટયું છે. સારવાર દરમિયાન બીમાર બાળકીનું મોત થયું. બીમાર પુત્રીની હાલત ગંભીર હોવાની જાણ થતાં પરિવારે પુત્રીને છોડી દીધી હતી. સુલતાનપુરની સુક્રાંતીબેને 27 તારીખે પુત્રીને જન્મ આપ્યો હતો. રાજકોટની સિવિલના ઝનાના વોર્ડમાં હોસ્પિલમાં બાળકીને દાખલ કરાઈ હતી. પોલીસ સ્ટેશનમાં બાળકીનાં માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.
રાજકોટઃ રાજકોટમાં એક તરફી પ્રેમીએ ચાર વર્ષના બાળકનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. બાળકની માતાએ યુવકના પ્રેમનો અસ્વીકાર કરી દેતાં અપહરણ કર્યું હતું. જોકે, અપહરણના દોઢ જ કલાકમાં પોલીસે તેને પકડી પાડ્યો હતો અને બાળકને છોડાવ્યો હતો. પોલીસે બાળકના અપહરણના આરોપીની ધરપકડ કરી છે.
ધોરાજીના સુપેડીથી ચાર વર્ષના બાળકનું ગઈકાલે અપહરણ કર્યું હતું. ગણતરીની કલાકોમાં ગ્રામ્ય પોલીસ અપહરણનો ભોગ બનનાર બાળકોનો છુટકારો કરાવ્યો. મહિલા પાસેથી ચાર વર્ષના બાળકનું અપહરણ કર્યું. આરોપી દિનેશ રાઠોડ દ્વારા અપહરણ કર્યું હતું. અંદરો અંદર માથાકૂટને કારણે બાળકનું અપહરણ કર્યું. બાળક હેમખેમ મળી આવ્યું. માત્ર દોઢ કલાકના સમયગાળામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો. આરોપીને બાળકની માતા સાથે એકતરફી પ્રેમ થયો હતો. બાળકની માતા દ્વારા પ્રેમની માંગણી ન સ્વીકારવામાં આવતા પ્રેમીએ અપહરણ કર્યું હતું. આરોપીએ અગાઉ બાળકના અપહરણની ધમકી આપી હતી. આરોપીએ પોતાની જાતને પણ નુકશાન પહોચાડવાનો પણ પ્રયત્ન કર્યો હતો.
અમદાવાદ હત્યાકાંડઃ બેવફા પત્નીને આંખે પાટો બાંધી રહેંસી નાંખી, પુત્ર-પુત્રી આવી ગયા તો તેમને પણ રહેંસી નાંખ્યા, પ્રેમીને મારવાનો હતો પણ.....
અમદાવાદઃ શહેરમાં એક જ પરિવારના ચાર સભ્યોની હત્યાકાંડમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. ત્યારે આરોપી વિનોદ ગાયકવાડે પરિવારના સભ્યોની હત્યા મામલે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. વિનોદે પત્નીના આડાસંબંધથી કંટાળી તેનું કાસળ કાઢવાનું નક્કી કર્યું હતું અને પ્લાન પ્રમાણે પત્નીને બેડરૂમમાં લઈ જઈ સરપ્રાઇઝ આપવાના બહાને આંખે પાટા બાંધી છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે, આ જ સમયે બહાર મોકલેલા દીકરો-દીકરી આવી જતાં તેમની પણ હત્યા કરી નાંખી હતી. પત્નીનો પક્ષ લેતી હોવાથી વડસાસુની પણ તેણે હત્યા કરી નાંખી હતી. જોકે, સાસુ પર દયા આવતાં તેમને છોડી દીધો હાવાનો ખુલાસો પણ વિનોદે કર્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, ઓઢવની દિવ્યપ્રભા સોસાયટીમાં રહેતા 40 વર્ષીય વિનોદ ગાયકવાડે પત્ની સોનલ (ઉં.વ.37), દીકરા ગણેશ(17) અને દીકરી પ્રગતિ(15) તથા વડસાસુ સુભદ્રાબેન(70)ની હત્યા કરી હતી. તે પ્રેમીની હત્યા કરે તે પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથ ઝડપાઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે વિનોદની મધ્યપ્રદેશ પાસે દાહોદ બોર્ડર ઉપર એસ.ટી. બસમાંથી ધરપકડ કરી હતી. આ સમયે તે નશામાં હતો. પોલીસે ભાનમાં લાવી પૂછપરછ કરતાં તેના ચહેરા પર પશ્ચાતનો કોઈ ભાવ દેખાયો નહોતો.
તેણે પોલીસને જણાવ્યું હતું કે, પત્ની સોનલ સાથે અનૈતિક સંબંધોને લીધે વારંવાર ઝઘડા થતા હોવાથી તેની હત્યા કરવાની યોજના ઘડી કાઢી હતી. ગત 26મીની રાતે પત્ની સોનલને સરપ્રાઈઝ આપવાના બહાને છરીના ઘા મારી દીધા હતા. પત્નીની હત્યા કરવા પુત્રને શ્રીખંડ લેવા અને પુત્રીને ગુટખા લેવા મોકલ્યાં હતાં. જોકે, બંને હત્યા સમયે આવી જતાં બંનેની હત્યા કરી નાંખી હતી. વડ સાસુ સુભદ્રાબહેન પત્ની સોનલને સતત સહકાર આપતાં હોવાથી તેમની હત્યા કરી નાંખી હતી. જ્યારે, સાસુ સંજુબહેનને દયા આવતાં હત્યા કરી નહોતી.
વિનોદ પત્નીના પ્રેમી, મંડપ કોન્ટ્રાક્ટર લાલાની હત્યા કરવી હતી. તેની હત્યા માટે દેશી કટ્ટુ લેવા ઈન્દોર પહોંચ્યો હતો. જોકે, હથિયાર ન મળતાં અમદાવાદ આવીને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કર્યું હતું. પરંતુ આ પહેલા તે પકડાઇ ગયો હતો. ઘરનું ગુજરાન ચલાવવા પત્ની સોનલ મંડપના કપડાં સિવવાનું કામ કરતી હતી. મંડપનું કામ કરતાં લાલા સાથે સોનલને પુત્ર ગણેશ જોઈ ગયો તે પછી વિનોદને પત્નીની બેવફાઈની જાણ થઈ.