મોરબીઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના એક પછી એક પરિણામો સામે આવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. ખુદ બાવળિયા પોતાના વિસ્તારમાં તાલુકા પંચાયત બચાવી શક્યા નથી.


તાલુકા પંચાયતમાં 18 માંથી 14 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે. વીંછીયા વિસ્તારમાં જિલ્લા પંચાયતની 3 બેઠકોમાંથી 2માં કોંગ્રેસનો વિજય થયો છે. જામનગરમાં સિક્કા નગરપાલિકા કોંગ્રેસે કબજે કરી છે. કુલ 28માંથી 14 બેઠક કોંગ્રેસ, ૧૨ ભાજપ અને 2 એનસીપીએ કબજે કરી છે. કચ્છમાં નલિયા જિલ્લા પંચાયત ઉપર કોંગ્રેસનો વિજયનો વિજય થયો છે.