Gujarat Election 2022: વિધાનસભાની ચુંટણી પહેલાં સૌરાષ્ટ્રના રાજકીય પાટનગર રાજકોટમાં રાષ્ટ્રીય નેતાઓનો જમાવડો થયો છે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલ, ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ આજે રાજકોટમાં. આપની રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 11 વાગે નીલ સીટી ક્લબમાં પ્રેસ કોંફરન્સ.


કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ પર સમગ્ર રાજ્યની નજર. ભાજપના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ તેજસ્વી સૂર્યની 10 વાગે પ્રેસ કોન્ફરન્સ. તેજસ્વી સૂર્યની 9 વાગે એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી બાઈક રેલીનું આયોજન. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આજે સાંજે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના કાર્યક્રમમાં હાજરી આપશે.


દિલ્લી સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે અરવિંદ કેજરીવાલે દ્વારકામાં સભા યોજી અને બાદમાં દ્વારકાધિશના દર્શન કર્યા હતા. ત્યાર બાદ તેઓ રાજકોટ આવી પહોંચ્યા હતા. રાજરોટમાં મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાત સરકારે પોલીસ કર્મચારીઓ સાથે છેતરપિંડી કરી છે.


તેમણે વધુમાં કહ્યું કે, મે જ્યારે ગુજરાતના પોલીસકર્મીઓને ગ્રેડ પેની ગેરેન્ટી આપી ત્યાર બાદ સરકારે ગ્રેડ પે તો આપ્યો પરંતુ થોડા ભથ્થા વધારવાની જાહેરાત કરી. હવે તેમની પાસે આંદોલન ન કરવા માટે સહીઓ લેવામાં આવી રહી છે. કેજીરીવાલે કહ્યું, હું પોલીસના જવાનોને અપીલ કરું છુ કે કોઈ સરકારને અંડરટેકિંગ ન આપો. ત્રણ મહિના બાદ જ્યારે ગુજરાતમાં અમારી સરકાર બનશે ત્યારે તમને ગ્રેડ પે આપવામાં આવશે અને કોઈ સરતો પણ માનવાની નહીં રહે. ગુજરાતનાં સરકારી કર્મચારીઓને ડરાવવામાં આવતા હોવાની પણ તેમણે વાત કરી.


અરવિંદ કેજરીવાલે આજે દ્વારકામાં જાહેરસભા યોજી


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આપ નેતા અરવિંદ કેજરીવાલે આજે દ્વારકામાં જાહેરસભા યોજી હતી. ખેડૂતો માટે વીજળી યુવાનો માટે રોજગારી રસ્તાઓ અને હોસ્પિટલ સહિતનાં મુદ્દે વચનોની લહાણી કરી હતી. મસમોટી જન મેદની વચ્ચે ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતનાં નેતાઓ પણ ભાજપ પર પ્રહારો કર્યા હતા. 


આ તકે સભા પૂર્ણ થતાં કેજરીવાલ સર્કિટ હાઉસ ખાતે જઈ ત્યાર બાદ જગત મંદિર કૃષણ ભગવાનના દર્શન કરવા ગયા હતા જ્યાં ભગવાનનાં દર્શન બાદ જગત મંદિર બહાર તેમને પીસી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભગવાનનાં દર્શન કરી શાંતિ મળી. સહુની મનોકામના પૂર્ણ થાય અને ભારત મહાસતા બને, સહુને રોજગારી મળે તેવી ભગવાનને  પ્રાર્થના કરી હતી. અમે જે વાદા કર્યા તે પૂરા કરીએ છીએ. ગુજરાત સરકાર પણ બોજો છે. અમે ઈમાનદારીથી કામ કરશું. અમારી સાથે કૃષ્ણનાં આશીર્વાદ છે. ગુજરાતમાં ભષ્ટ્રાચાર થાય છે, રોજગાર મળતા નથી. સરકારી કર્મચારીઓ હેરાન છે. અમે દિલ્હીમાં ત્રણ વખત ચૂંટણી જીતી છે. કોઈ પાર્ટી જનતાનાં મુદ્દાની વાત કરતી નથી.