Gujarat Election : ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે રાજકોટ સરદાર પટેલ સ્ટેચ્યુથી માના દ્વારે કોંગ્રેસની યાત્રાનો પ્રારંભ થયો છે. યાત્રામાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યો હતો. સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત છે.
Rajkot: રાજકોટમાં કડવા- લેઉવા પાટીદાર સમાજની બેઠક શરૂ, નરેશ પટેલ સહિત અનેક આગેવાનો હાજર
રાજકોટ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જેથી રાજકીય પાર્ટીઓએ તો કમર કસી છે સાથે સાથે વિવિધ સંગઠનો પણ એક્શનમાં આવી ગયા છે. આ ઉપરાંત વિવિધ સમાજના લોકો પણ મિટિંગો કરી રહ્યા છે. હવે આ કડીમાં લેઉવા પાટીદાર અને કડવા પાટીદાર વચ્ચે રાજકોટમાં બેઠક શરૂ થઈ છે. સરદાર પટેલ ભવન ખાતે આ બેઠક શરૂ થઈ છે. હાલ તો બંને સમાજના આગેવાનો સામજિક બેઠક હોવાનું જણાવી રહ્યા છે. બેઠક પૂર્ણ થયા બાદ બને સમાજ શું જણાવે છે તે જોવું મહત્વનું બની રહેશે. કારણ કે ચૂંટણીના માહોલ વચ્ચે લેઉવા અને કડવા પાટીદાર સમાજની બેઠકને લઈને રાજકારણ ગરમાયું છે.
રાજકોટ ખાતે શરૂ થયેલી આ બેઠકમાં લેઉવા પાટીદાર સમજના આગેવાન નરેશ પટેલ, રમેશ ટીલાળા હાજર છે જ્યારે કડવા પાટીદાર સમાજના સીદસર ઉમિયા ધામના ચેરમેન મૌલેશ ઉકાણી, સીદસર ઉમિયા ધામના પ્રમુખ જયરામ પટેલ, જગદીશ ભાઈ કોટડીયા સહિતના કડવા પાટીદાર સમાજના આગેવાનો હાજર છે. તમને જણાવી દઈએ કે, 10 દિવસ અગાઉ કડવા પાટીદાર સમાજના વ્યક્તિઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ બેઠક કરી ચૂક્યા છે.
તો બીજી તરફ એબીપી અસ્મિતાએ પાટીદાર નેતાઓ સાથે વાત કરી હતી. પાટીદાર અગ્રણીઓએ કહ્યું કે, આ બેઠકમાં કોઈ રાજકીય ચર્ચા નહીં થાય. સામાજિક પ્રશ્નોની ચર્ચા કરીશું. દીકરા દીકરીઓના કેસને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. આ અવસરે જેરામભાઈ પટેલે કહ્યું કે, સામાજિક ઉથાન માટે ચર્ચા થશે. આજની મીટીંગમાં કોઈ રાજકીય ચર્ચા નહિ થાય. ચૂંટણી લડવાની લઈને પાટીદાર નેતા રમેશ ટીલાળાએ કહ્યું પક્ષ કહેશે તો ચૂંટણી લડીશ. ખોડલધામ ટ્રસ્ટી રમેશભાઈ ટીલાળાએ કહ્યું પક્ષ આદેશ કરશે તો વિચારીશું.
ગુજરાત ચૂંટણીને લઈને સીઆર પાટીલનું મોટું નિવેદન
ગુજરાત ચૂંટણીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ચૂંટણીને લઈને ભાજપ પ્રેદશ અધ્યક્ષે મોટુ નિવેદન આપ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું કે, ચૂંટણીની તારીખ જાહેર કરવાની મારી પાસે સત્તા નથી. તેમણે કહ્યું કે, નવેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પૂર્ણ થઈ જશે તેવુ મારુ માનવું છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર 20 થી 22 ઓક્ટોબર આસપાસ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ગુજરાત ચૂંટણીની તૈયારીને લઈને મુખ્ય ચૂંટણી કમિશ્નર આજે ગાંધીનગરમાં છે.