Gujarat Election : રાજકોટમાં AAPના ઉમેદવાર વશરામ સાગઠીયા પર આક્ષેપ થયા છે. વોર્ડ નંબર 15માં રહેતા હરેશભાઈ બીજલ સોંલકીનો વિડીયો વાયરલ થયો છે. તું AAPમાં આવતો રહે બાકી હું મારીશ તેવું સાગઠીયાએ કહ્યાનો આક્ષેપ. કોંગ્રેસ માં જ છું અને તેમાંજ કામ કરીશ તેવું કહેતા વશરામભાઈ ધરે આવી ધમકી આપે છે. હું આ ટોર્ચરથી થાકી ગયો છું હવે પોલીસનું શરણું લઈશ તેવો વિડીયોમાં ઉલ્લેખ.


આ પહેલા ગીર સોમનાથની વેરાવળ બેઠકના આપ ઉમેદવાર જગમાલ વાળા પણ તેમના નિવેદનને લઈને ચર્ચામાં આવી ચૂક્યા છે. તેમણે દારૂ અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો વાયરલ થતાં તેઓ વિવાદમાં ફસાયા હતા. 


AAP: આપના ઉમેદવારના દારૂ પાર્ટી અને હુક્કા પાર્ટીના ફોટો વાયરલ, ભાજપે શું લગાવ્યો આરોપ?


અમદાવાદઃ અમદાવાદમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની વાયરલ તસવીરને લઇને મોટો વિવાદ પેદા થયો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારના વાયરલ ફોટા અને વીડિયોને લઈ મોટો વિવાદ થયો છે. મળતી જાણકારી આપે ગઇકાલે ઉમેદવારોની જાહેર કરેલી યાદીમાંથી વેજલપુરના ઉમેદવાર કલ્પેશ પટેલ વિવાદમાં આવ્યા છે.


કલ્પેશ પટેલના દારૂ પાર્ટી અને હુક્કા પાર્ટી કરતા વીડિયો અને ફોટો વાયરલ થતા ભાજપે સવાલ ઉઠાવ્યા છે. ઋત્વિજ પટેલે આરોપ લગાવ્યો હતો કે સ્વચ્છ છબીની છાપના દાવા કરતા આપના ઉમેદવારોની પોલ ખુલી છે. અને કોઈ પ્રદેશમાં ન મળ્યો હોય તેવો ગુજરાતમાં આપનો પરાજય થવાનો છે.