Gujarat Election : વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખોડલધામ ધજા ચડાવવા આવી શકે છે. લેઉવા પાટીદાર અગ્રણી સાથે ખોડલધામમાં મુલાકાત કરી શકે છે. લેઉવા પાટીદારોના કુળદેવી કાગવડ ખોડલધામમાં બીરાજમાન છે. સૌરાષ્ટ્રના 22 સીટો પર લેઉવા પાટીદારોનું પ્રભુત્વ છે. 


ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, રમેશભાઈ ટીલાળા સહિતના અગ્રણીઓ પ્રધાનમંત્રીને આમંત્રણ આપવા માટે આ અઠવાડિયામાં જશે. ટુંક સમયમાં પ્રધાનમંત્રી ખોડલધામ આવી શકે છે. 


Gujarat Election : ગુજરાતમાં ક્યારે થઈ શકે છે વિધાનસભા ચૂંટણીની જાહેરાત? જાણો મોટા સમાચાર


Gujarat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 20મી ઓક્ટોબર પછી ગુજરાતમાં વિધાનસભા ચૂંટણની જાહેરાત થઈ શકે છે. 20 ઓક્ટોબર પછી અઠવાડિયાની અંદર જ ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા છે. ડેપ્યુટી ઇલેક્શન કમિશનર 16થી 20મી ઓક્ટોબરથી ગુજરાતની મુલાકાતે છે. 


જિલ્લા સ્તરે ચૂંટણીની તૈયારીને આખરી સમીક્ષાનો આરંભ થયો છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર 26મી સપ્ટેમ્બર ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે. 2017માં 25મી ઓક્ટોબરે ચૂંટણી જાહેર થઈ હતી. 2017માં 13 અને 17 ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન થયું હતું. 


GAURAV YATRA: બીજેપીની ઉત્તર ગુજરાતની ગૌરવ યાત્રામાં હાર્દિક પટેલની જાણો કેમ કરવામાં આવી બાદબાકી



ગાંધીનગર: ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના અગ્રણી નેતાઓ એક બાદ એક સભા અને બેઠકો કરી રહ્યા છે. આ દરનમિયાન સમાચાર સામે આવ્યા છે કે, ભાજપની ગૌરવ યાત્રા શરુ થતા પહેલા ફેરફાર કરવામાં આવ્યો છે. ઉતર ગુજરાતની ગૌરવ યાત્રામાં હાર્દિક પટેલની જગ્યાએ ઋષિકેશ પટેલ ,રજની પટેલ,નંદાજી ઠાકોર, નીતિન પેટલ નેતૃત્વ સોપવામાં આવ્યું છે. કેન્દ્રીય નેતૃત્વમાં દાનવે રાવસાહેબની સાથે પરષોત્તમ રૂપાલા પણ નેતૃત્વ કરશે. 12 ઓક્ટોબરે પૂર્વ નાયબ મુખ્યમંત્રી  નીતિન પટેલની સાથે હાર્દિક પટેલ જોડાવાનો હતો. નોંધનિય છે કે, મહેસાણામાં હાર્દિક પટેલ વિરુધ્ધ કેસ ચાલી રહ્યો છે. તે અંદર જામીન અરજીનો ભંગ ન થાય તે માટે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.