રાજકોટઃ આગામી 28મી ફેબ્રુઆરીએ રાજ્યમાં નગર પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસના બક્ષીપંચ મોરચામાં પ્રમુખ ગોવિદભાઈ કિહલા ભાજપમાં જોડાયા છે.
જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા વધુ એકવાર કોંગ્રેસ તૂટી છે. ત્રંબા જિલ્લા પંચાયતની બેઠકના ભાજપના ઉમેદવાર ભુપત બોદરે કોંગ્રેસના આગેવાનને ખેસ પહેરાવ્યો હતો. નોંધનીય છે કે, રાજ્યમાં યોજાયેલી 6 મહાનગર પાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા હતા. જોકે, જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસના કાર્યકરોની નારાજગી સામે આવી રહી છે, જે કોંગ્રેસને આ ચૂંટણીઓમાં પણ નુકસાન કરી શકે છે.
સૌરાષ્ટ્રમાં જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, કયા દિગ્ગજ નેતા જોડાયા ભાજપમાં?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Feb 2021 09:41 AM (IST)
રાજકોટ જિલ્લા કોંગ્રેસના બક્ષીપંચ મોરચામાં પ્રમુખ ગોવિદભાઈ કિહલા ભાજપમાં જોડાયા છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -