કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી રૂપાણી રાજકોટ મનપાની ચૂંટણીમાં મતદાન કરશે ? કયા નિયમો પાળવા પડશે?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Feb 2021 11:22 AM (IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ મહાનગરપાલિકામાં મતદાન કરવું હશે તો અંતિમ કલાકમાં કરવું પડશે. યુ. એન. મહેતા હોસ્પિટલના તબીબો સલાહ આપશે તો જ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં મતદાન કરવા જશે, તેવું જાણવા મળ્યું છે.
(ફાઈલ તસવીર)
રાજકોટઃ આવતી કાલે 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી માટેનું મતદાન યોજાવાનું છે. રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી પણ આવતી કાલે યોજાવાની છે, ત્યારે કોરોનાગ્રસ્ત થયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતી કાલે મતદાન કરવા જશે કે નહીં, તેના પર સૌની નજર મંડાયેલી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ મહાનગરપાલિકામાં મતદાન કરવું હશે તો અંતિમ કલાકમાં કરવું પડશે. યુ. એન. મહેતા હોસ્પિટલના તબીબો સલાહ આપશે તો જ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં મતદાન કરવા જશે, તેવું જાણવા મળ્યું છે. જો મુખ્યમંત્રી વિજય રૂપાણી મતદાન કરવા જશે તો કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી મતદાન કરવાની દેશમાં પહેલી ઘટના બનશે. કોરોનાની ગાઈનલાઈન પ્રમાણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદાન પી પી ઈ કીટ પહેરીને કરવું પડશે. નોંધનીય છે કે, રાજ્યના સીએમ વિજય રૂપાણીની તબિયત સુઘારા પર છે. ગઈ કાલે બપોરે રેમિડિસિવિરનો ડોઝ પુર્ણ થયા છે. સીએમની તબીયતમાં જલ્દીથી સુધારો થઈ રહ્યો છે. જોકે તેમને ક્યારે રજા આપવી તે બાબતે યુએન મહેતા પ્રશાસન દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકોટમા મતદાન કરવા રજા આપવી કે કેમ તે યુનએન મહેતા પ્રશાસન દ્વાર સીએમઓ સાથે વાતચીત કર્યા પછી નિર્ણય લઈ શકે છે.