શહેર કોંગ્રેસ અશોક ડાંગરે હાર સ્વીકારી છે. વોર્ડ 17ના રિઝલ્ટ પૂર્વે જ કોંગ્રેસના અશોક ડાંગરે હાર સ્વીકારી લીધી છે. ભાજપને બે રાઉન્ડના અંતે 3000 જેટલી લીડ છે. જેને પૂરવી અશક્ય છે. હાર સ્વીકારી છીએ, પણ જે મત મળી રહ્યા છે તે અચંબો આપનાર છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી એક વખત કેસરિયો લેહરાયો છે. રાજકોટના અત્યાર સુધી એટલે કે બપોરના એક વાગ્યા સુઘીમાં જાહેર થયેલા પરિણામોમાં 9 વોર્ડમાં ભાજપની પેનલો જીતતાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી ભાજપની જીત થઈ છે. આ જીતના કારણે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ છે. રાજકોટમાં કોંગ્રેસના સૂપડાં સાફ થયાં છે અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હજુ ખાતું ખોલાવ્યું નથી.