રાજકોટ: રાજકોટ મહાનગર પાલિકામાં કૉંગ્રેસે ખાતુ ખોલાવ્યું છે. કોંગ્રેસે વોર્ડ નં 15માં આખી પેનલમાં વિજય મેળવ્યો છે. આથી ભાજપના વિજય રથ પર રોક લગાવવા માટે કોંગ્રેસે માત્ર 4 બેઠક સમ ખાવા પુરતી જીતી છે. રાજકોટમાં 16 વોર્ડમાં ભાજપના 64 ઉમેદવારોને જીત મળી છે. રાજકોટ વોર્ડ નંબર 15 માં પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા અને તેમની પેનલે જીત મેળવી છે. રાજકોટ મનપામાં કૉંગ્રેસે ખાતુ ખોલાવ્યું છે. રાજકોટમાં ભાજપ પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે. રાજકોટ વોર્ડ નંબર 1, 2, 4, 5, 6, 7, 8, 910, 11, 12, 13, 1416, 17, 18માં ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. કુલ 64 સીટ પર ભાજપની જીત થઈ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી એક વખત કેસરિયો લેહરાયો છે.