વરસાદ દરમિયાન ભારે પવન પણ આવ્યો હતો. રાજકોટમાં 41.9 ડીગ્રી ગરમી પડી હતી. ભેજનું પ્રમાણ વધીને છેક 72 ટકાએ પહોંચી ગયું હતું. જોકે સાંજના સમયે પવનની ગતિ પ્રતિ કલાક આઠ કિલોમીટર થઈ ગઈ હતી. આવી જ રીતે સૌરાષ્ટ્રમાં મોટા ભાગના શહેરોમાં ભારે ગરમી વરસી હતી.
બપોરના સમયે કન્વેક્ટીવ ક્લાઉડની રચના થઈ હતી અને સાંજના ચાર વાગ્યા બાદ કરા સાથે વરસાદ પડ્યો હતો. રવિવારે બપોર બાદ હવામાન પલટો આવ્યો હતો. ગોંડલ કોટડાસાંગાણી તાલુકામાં વાદળા છવાયા હતા ત્યાર બાદ અચાનક ગાજવીજ સાથે કરા સાથે વરસાદ ત્રાટક્યો હતો. ગોંડલ શહેરમાં છાંટા પડ્યા હતા જ્યારે ભુણાવા, પીપળીયા, ભરૃડીમાં કરા સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો.