સૌરાષ્ટ્ર ભાજપના કયા ધારાસભ્યે પોતાના મત વિસ્તારમાં 15 દિવસનું લોકડાઉન લાદવાની કરી માંગ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Jul 2020 04:05 PM (IST)
ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાએ મોરબી જિલ્લો અને હળવદ તાલુકામાં 15 દિવસનું લોકડાઉન લાદવાની માંગ કરી છે.
પ્રતિકાત્મક તસવીર.
રાજકોટઃ અનલોક-2માં કોરોનાના કેસોમાં ખૂબ જ વધારો નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે. ત્યારે ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાએ મોરબી જિલ્લો અને હળવદ તાલુકામાં 15 દિવસનું લોકડાઉન લાદવાની માંગ કરી છે. તેમણે કલેક્ટરને પત્ર લખીને આ માંગ કરી છે. હળવદ તાલુકા પંચાયતના પ્રમુખે પણ લોકડાઉનની માંગ કરી છે. સાબરીયાએ પત્રમાં લખ્યું છે કે, મોરબી જિલ્લામાં અને હળવદ તાલુકામાં હાલના તબક્કે કોરોનાના કેસ ઘણી ઝડપથી વધી રહ્યા છે, તો કોરોન ાના સંક્રમણની સાયકલને અટકાવવા લોકડાઉન કરવા માટે લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તો આ રજૂઆતને ધ્યાને ળઈ મોરબી જિલ્લામાં અને હળવદ તાલુકામાં 15 દિવસનું લોકડાઉન આપવા વિનંતી છે. મોરબી જીલ્લામાં ૧૫૬ અને હળવદમાં કોરોનાના ૧૨ કેસ નોંધાતા ૧૫ દિવસ લોકડાઉનની માંગ કરવામાં આવી છે. ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા અને હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ ઘર્મેન્દ્રસિંહ ઝાલાએ જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરીને હળવદ તાલુકામાં ૧૫ દિવસ લોકડાઉન કરવા માંગ કરી છે.