Rajkot Heart Attack: રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે, છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં 23 વર્ષીય યુવાનને અચાનક હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો હતો, અને સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

Continues below advertisement


છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ જિલ્લા અને શહેરમાં હાર્ટ એટેકથી મોતથી વધુ મોત થઇ રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે, આજે રાજકોટમાં એક 23 વર્ષીય આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. શહેરના રેલનગરમાં રહેતા રોહિત ત્રિવેદી નામના યુવાનને અચાનક હ્રદય રોગનો હુમલો આવતા ઢળી પડ્યો હતો, બાદમાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાર્ટ એટેકથી મોત થયા બાદ યુવાનના પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. 


હાર્ટ એટેક માટે જવાબદાર ગંદી આદતો - 
ડેસ્ક જોબ્સમાં વધારો અને શારીરિક પ્રવૃત્તિના અભાવ સાથે, ઘણા ભારતીયો બિનઆરોગ્યપ્રદ અને અનિયમિત જીવન જીવે છે, જેનાથી હૃદય રોગનું જોખમ વધે છે.
ભારતમાં ઉચ્ચ ચરબી, ખાંડ અને પ્રોસેસ્ડ ખોરાકનો વપરાશ નોંધપાત્ર રીતે વધ્યો છે, જે સ્થૂળતા, ઉચ્ચ કોલેસ્ટ્રોલ સ્તર અને હાઈ બ્લડ પ્રેશર તરફ દોરી જાય છે, જે હૃદય રોગ માટેના તમામ જોખમી પરિબળો છે.
ભારતમાં તાજેતરના સમયમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે, જેના કારણે લોકોને હૃદય રોગની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
કામનું દબાણ, નાણાકીય સમસ્યાઓ, પ્રેમમાં વિશ્વાસઘાત અને જીવનશૈલીમાં ફેરફાર જેવા વિવિધ કારણોને લીધે તણાવનું સ્તર વધ્યું છે, જે હૃદયની સમસ્યાઓમાં ફાળો આપી શકે છે.
ભારતમાં, ખાસ કરીને મેટ્રો શહેરો દિલ્હી, મુંબઈ, બેંગલુરુમાં, ખરાબ હવા ગુણવત્તા સૂચકાંકને કારણે હૃદય રોગનું જોખમ વધી રહ્યું છે.
ભારતમાં ધૂમ્રપાન અને તમાકુનું વ્યાપકપણે સેવન કરવામાં આવે છે, જે હૃદયની સમસ્યાઓ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું મૂળ કારણ છે.


Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. ABPLive કોઈ પણ માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ માહિતીનો અમલ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લો.