Rajkot Rain:ચોમાસાના પહેલા જ રાઉન્ડમાં રાજ્યના મોટાભાગના જિલ્લામાં મેઘમલ્હારની સ્થિતિ છે જો કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. રાજકોટ શહેરમાં ગાજવીજ સાથે પશ્ચિમ અને મધ્ય રાજકોટમાં બે ઈંચ વરસાદ પડ્યો તો પૂર્વ રાજકોટમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. જાણીએ સમગ્ર રાજકોટના અન્ય તાલુકામાં શું છે સ્થિતિ


ભારે વરસાદના કારણે આહિર ચોક અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગોંડલ રોડ પર રામનગર વિસ્તાર માં પણ રસ્તા પર વહેતા પાણીના દ્રશ્યો જોવા મળ્યાં. રાજકોટ શહેરમાં પીડી માલવિયા કોલેજ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા રાજકોટ કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી ગઇ છે. રાજકોટમાં સરદાર નગર રોડ પર પડ્યો ભૂવો પડી જતાં વાહનવ્યવહાર અવરોધાયો હતો. ભૂવામાં ટ્રક ફસાઇ જતાં વાહન વ્યવહાર ખોરવાયો છે.


જેતપુરમાં ધોધમાર વરસાદ


રાજકોટ જિલ્લાના જેતપુરમાં પણ ભારે વરસાદ આફતરૂપ બન્યો છે.જેતપુરથી રબારીકા જવાનાં નેશનલ હાઇવે ઓથેરીટીના ગળનાળા આખું પાણીમા ગરકાવ થઇ જતાં લોકોની મુશ્કેલીમા વઘારો થયો છે. શહેરના રબારીકા રોડ ઉપર આવેલા છે 500 જેટલા કારખાનાઓ છે આ સ્થિતિમાં કારખાને જતાં કામદારો પણ રસ્તા પર ફસાયા હતા.


ગોંડલમાં ધોધમાર વરસાદ


ગોંડલમાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યાં અહીં ગોંડલના ગ્રામ્ય વિસ્તારથી લઇને ગોંડલ શહેર સુધી સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે.


ઉપલેટામાં ધોધમાર વરસાદ


રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ ધોધમાર વરસાદ પડ્યો, ગત રાત્રે અહીં મૂશળધાર  વરસાદ પડ્યો. સતત વરસાદના કારણે  મોજ ડેમ 70 ટકા ભરાઈ ગયો છે. ફોકલ ઓફિસર અને અધિક્ષક ઇજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ, ફ્લડ સેલ તરફથી  જણાવાયા મુજબ, ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલ સિંચાઈ યોજના નંબર - 152 મોજ ડેમ તેની નિર્ધારિત સપાટીએ 70 ટકા ભરાઈ ગયો.ડેમની નીચાણવાળા વિસ્તારમાં ઉપલેટા તાલુકાના મોજીલા,ગઢાળા, કેરાળા, ખાખી જાળિયા, સેવંત્રા, ઉપલેટા અને વાડલા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.


ધોરાજીમાં ભારે વરસાદ


રાજકોટના ધોરાજીમાં મોડી રાતે  ધોધમાર વરસાદ વરસ્યો. .થોડા સમય વિરામ લીધા બાદ મેઘરાજાએ ફરી  પધરામણી કરતા અને ધૂવાધાર બેટિંગ કરતા રસ્તા પાણી પાણી થઇ ગયા.ધોરાજી તાલુકાના ભુખી પાસેનો ભાદર-2 સિંચાઈ યોજના નંબર-149 ભાદર-2 ડેમ ભારે વરસાદને કારણે તેની પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે.
ભયજનક સપાટીએ ઓવરરફલો થઈ રહ્યો છે. આથી ડેમના છ દરવાજા વારે 7. 45 વાગ્યે પાંચ ફૂટે ખોલવામાં આવ્યા છે.ડેમ માંથી 38674 કયુસેક પાણી છોડવામાં આવતા ડેમના હેઠવાસમાં ગામોને એલર્ટ કરાયા છે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial