Weather Forecast: હવામાન વિભાગે આપેલા સંકેત મુજબ આગામી 24 કલાક રાજકોટ જિલ્લા માટે પણ ભારે છે અહીં સમગ્ર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનો અનુમાન છે. હાલ વરસાદ માટેની એ સિસ્ટમ સક્રિય છે. જેના પગલે 2 જુલાઇ સુધી ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. જો કે 2 જુલાઇ બાદ વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વધુ વરસાદના સંકેત આપ્યાં છે. જેમાં અમરેલી અને જૂનાગઢ સાથે રાજકોટ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. હવામાન વિભાગે રાજકોટ યેલો એલર્ટ આપ્યું છે. આ સાથે ક્યાં વિસ્તારમાં યલો અલર્ટ અપાયું છે. જાણીએટ


ક્યાં યલો એલર્ટ?


અમદાવાદ
રાજકોટ
પોરબંદર
બોટાદ
આણંદ
વડોદરા
નર્મદા


રાજકોટના ઉપલેટામાં મૂશળધાર વરસાદ


રાજકોટ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી  સતત અનરધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારમે રાજકોટના ઉપલેટાના જીવાદોરી સમાન મોજ ડેમ ઓવરફ્લો થયો છે.   મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમના 27 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા પીવાના અને સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થયો છે.  


મુશળધાર વરસાદના કારણે રાજકોટની ભાદર નદીમાં  ધોડાપૂર આવ્યું છે. નદીના હેઠવાસમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યું છે. જેતપુર અને ગોંડલમાં વરસેલા વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધ્યો છે. ભાદર- 2 ડેમમાં પાણીની આવક થતાં 6 દરવાજા ખોલવામાં આવ્યા છે.


રાજકોટના જેતપુર છેલ્લા 5 દિવસથી અનરાધાર વરસાદ


રાજકોટના જેતપુરમાં મેઘ મહેર હવે કહેર બની ગયો છે. છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદના કારણે નવાગઢના ઈલાહી ચોકના કારખાનાઓમાં ઘૂંટણ સામે  પાણી ભરાયા છે. કાપડ, મશિનરી, વાહનો સહિતનો સામાન પાણીમાં ડૂબ્યા છે. નીચાણવાળા વિસ્તારના મજૂરોના ઘરોમાં  પાણી ભરાઇ જતાં તા ઘરવખરીને ભારે નુકસાન પહોચ્યું છે.


રાજયમાં ભારે વરસાદના પગલે કુલ 218 રસ્તા બંધ


રાજયમાં ભારે વરસાદના પગલે કુલ 218 રસ્તા બંધ કરવામાં આવ્યાં છે.  9 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 198 રોડ વરસાદના કારણે બંધ કરવામાં આવ્યાં છે. સૌથી વઘુ નવસારીમાં 67 માર્ગો બંધ કરવામાં આવ્યાં છે. તો રાજયમાં કુલ 32 રૂટ રદ કરાયા છે. 32 રૂટની 104 ટ્રીપ વરસાદના કારણે બંધ કરવામાં આવી છે. વરસાદી પાણી ફરી વળતા અનેક ઠેકાણે રસ્તાઓને ભારે નુકસાનના અહેવાલ છે.