રાજકોટ: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટના જેતપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. પ્રેમગઢ, મેવાસા, જાંબુડી, ખીરસરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાએ જમાવટ કરી છે. વહેલી સવારથી જ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. તાલુકાના મેવાસા ગામમાં ભારે વરસાદને કારણે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
જેતપુર શહેરમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. શહેરના ગોંદરા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું છે. ગોંદરા વિસ્તારમાં વૃક્ષ પડી જતા બે લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને જેતપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જામકંડોરણાના ગ્રામ્ય પંથક સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. દૂધીવદર, ધોળીધાર,બોરીયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. અમુક ગામોમાં ભારે પવનના કારણે ધૂળ ડમરીઓ ઉડી હતી. અનેક વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું દસ્તક દેશે. ચોમાસાની શરૂવાત ગાજવીજ સાથે થશે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ હતી.
11 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાબરકાંઠા ,અરવલ્લી ,પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,વડોદરા ,છોટાઉદેપુર ,નર્મદા ,ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ, તાપી ,દમણ ,દાદરા નગર, હવેલી ,જુનાગઢ ,અમરેલી, ભાવનગર ,ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
12 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નર્મદા ,સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.
13 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નર્મદા ,સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ, દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.
14 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત ,નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ ,દીવમાં વરસાદની આગાહી કરાઈ છે.
15 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર ,હવેલી ,અમરેલી ,ગીર સોમનાથમાં આગાહી કરાઈ છે.
16 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવસારી, વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી ,ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે.