રાજકોટ: રાજકોટ જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ ધોરાજી, ઉપલેટા, જેતપુર,સરધાર અને ગોંડલ પંથકમા સારો વરસાદ પડ્યો છે. રાજકોટ શહેરમાં પણ સાંજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. રાજકોટમાં રવિવારે રજાના દિવસે વરસાદ પડતા રાજકોટવાસીઓ વરસાદની મજા માણી હતી.


રાજકોટમાં યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ અને ભક્તિનગર સર્કલ સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. લાંબા સમયના ઉકળાટ બાદ રાજકોટમાં વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

રાજકોટમાં ધોધમાર વરસાદ થતાની સાથે જ ઠેર-ઠેર પાણી ભરાયા હતા. રાજકોટનું લક્ષ્મીનગરનું નાળું પણ વધારે પડતા વરસાદના કારણે ભરાઈ જતા તેને બેરિકેડ મૂકી બંધ કરવામાં આવ્યું હતું.