રાજકોટ: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.  શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટ શહેરમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.  

Continues below advertisement

શહેરના રેસકોર્સ, કાલાવડ રોડ, જામનગર રોડ, સદર બજાર, ત્રિકોણ બાગ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.  ગઈકાલે રાજકોટ ગ્રામ્ય બાદ આજે રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. 

રાજકોટ શહેરમાં વરસાદી ઝાપટું 

Continues below advertisement

રાજકોટ શહેરમાં અચાનક બપોર બાદ વરસાદી ઝાપટું પડ્યું છે. શહેરના યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટું પડ્યું છે. શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન બદલાયું હતું.  અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે.

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે વરસશે વરસાદ

 

 

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય  રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  

રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર નહીં થાય

હવામાન વિભાગના જણાવ્યા મુજબ,  દક્ષિણ પશ્ચિમથી દક્ષિણના પવન ફૂંકાતા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર નહીં થાય. અમદાવાદમાં તાપમાન 41.0 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.  

ચોમાસું ક્યારે આવશે?

ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે, દક્ષિણપશ્ચિમ ચોમાસું 12 થી 18 જૂનની વચ્ચે શરૂ થઈ શકે છે. IMD ના એક અધિકારીએ જણાવ્યું હતું કે 12-13 જૂનના રોજ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની શકે છે. જોકે, વિવિધ મોડેલોને કારણે હજુ પણ કેટલીક અનિશ્ચિતતાઓ છે. કેટલાક નિષ્ણાત સિસ્ટમ બનવા માટે આશાવાદી છે તો કેટલાક નથી.

IMD મધ્ય ભારત, મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં (જ્યાં ચોમાસુ પહેલેથી જ આવી ગયું છે) સારા વરસાદની અપેક્ષા રાખે છે. ચોમાસાની ધીમી પ્રગતિને કારણે દુષ્કાળનો સામનો કરી રહેલા વિસ્તારો માટે આ આગાહી આશાનું કિરણ લઈને આવી છે.