રાજકોટ: રાજકોટ જિલ્લામાં સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના અનેક ગામડાઓમાં અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. લોધિકા તાલુકાની તરવડા નદી બે કાંઠે થઈ છે. લોધીકા તાલુકાના તરવડા,રાવકી માખાવડ સહિતના ગામડાઓમાં અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. લોધિકા તાલુકાના મોટાભાગના ગામડાઓમાં સારા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ..
રાજકોટ જિલ્લાના લોધિકા અને ગોંડલ તાલુકાના ગામડાઓમાં ખેડૂતો વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. દસ દિવસ પહેલા વાવેતર કરેલા કપાસ મગફળી સહિતના પાકને ફાયદો થયો છે. રાજકોટ જિલ્લાના માલધારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સવારથી જ રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં વરસાદ વરસ્યો છે.
અંબાલાલ પટેલની મોટી આગાહી, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
ગાંધીનગર: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. 10 દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. કેટલીક જગ્યાઓએ પુરની સ્થિતી સર્જાઈ શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.
મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજનો દિવસ સામાન્ય વરસાદ રહેશે. આગામી 10 દિવસોમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે અતિભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, નર્મદા અને સાબરમતી નદી આગામી 10 દિવસોમાં બે કાંઠે વહેતી થશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદના ધોળકા અને ધંધુકા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. ગોધરા સહિત પંચમહાલના વિસ્તારોમાં હજુ વધારે વરસાદ પડી શકે છે. ચોટીલા પંથકમાં પણ આગામી 10 દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં પણ આગામી 10 દિવસની અંદર ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ પુરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આગામી 10 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરાઈ છે.