મોરબીઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં મેઘસવારી યથાવત રહી હતી અને 74 તાલુકા મથકોએ અડધાથી છ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે મોરબી જિલ્લાનાં આમરણ ચોવિસી પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં 15 ઈંચ જેવા વરસાદથી સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. મોરબીના ટંકારામાં 11 ઇંચ, મોરબીમાં 10 અને ૃવાંકાનેરમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
મચ્છુ નદી પણ હાલ બે કાંઠે વહી રહી છે, ત્યારે વહેતી નદીના દ્રશ્યો જોવા માટે લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મચ્છુ માતાજીનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા છત્રાસા ગામે આભા ફાટ્યું હતું. છત્રાસા ગામે માત્ર ત્રણ જ કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં અને ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. રાજકોડ અને જૂનાગઢ બોર્ડર પર આવેલા ગામડાંઓમાં રવિવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના એક નાનકડા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોરાજીના છત્રાસા ગામે રવિવારે આભા ફાટ્યું હતું. છત્રાસામાં માત્ર ત્રણ કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.
ભારે વરસાદને કારણે ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં અને ચારે બાજુ પાણી જ પાણી જોવા મળતું હતું. ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતાં. રવિવારે પડેલા ધોધમાર વરસાદને પગલે છત્રાસા આખું ગામ પાણી પાણી થઈ ગયું હતું.
'મચ્છુ તારા વહેતા પાણી' : મોરબીમાં માતાજીનું મંદિર થયું પાણીમાં ગરકાવ, જુઓ દ્રશ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Aug 2020 11:08 AM (IST)
મચ્છુ નદી પણ હાલ બે કાંઠે વહી રહી છે, ત્યારે વહેતી નદીના દ્રશ્યો જોવા માટે લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મચ્છુ માતાજીનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -