રાજકોટ: રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. બપોર બાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના રાજમાર્ગો પર ઠેર-ઠેર પાણી ભરાયા છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાયા છે જેના કારણે વાહનો બંધ થયા હતા. રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે.

રાજકોટ શહેરામાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગ દ્વારા 5 થી 10 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.

આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે બે સિસ્ટકમ સક્રિય થતા રાજયમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ,દ્વારકા,પોરબંદરમાં પણ અતિભારે વરસાદની સંભાવના છે.