રાજકોટ: રાજકોટ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદની માહોલ છે. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજકોટના માલવિયા નગર વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાયા હતા. 


રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  રાજકોટ શહેરમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો છે.   ગોંડલ, ઉપલેટા અને જસદણ તાલુકામાં વરસાદ વરસ્યો છે.   ગોંડલના સુલતાનપુરા, ભોજનપરા, બિલીયાળામાં વરસાદ વરસ્યો છે.  જસદણના આટકોટ, જીવાપર, પાંચવડા,જંગવડમાં વરસાદ વરસ્યો છે.  




રાજકોટના ઢેબર રોડ પર વરસાદના કારણે પાણી ભરાયા હતા.  ઢેબર રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.  એકથી બે ઈંચ વરસાદમાં જ શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહનચાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. 


રાજકોટ મનપાનો પ્રિમોન્સૂન પ્લાન પહેલા વરસાદમાં પાણીમાં ડૂબ્યો છે.  મનપાના પાપે વાહન ચાલકો હેરાન થયા છે.  ચોમાસાના પ્રથમ વરસાદે રાજકોટને ઘમરોળ્યું છે.  પ્રથમ વરસાદમાં જ રાજકોટમાં પાણી ભરાયા છે.  દોઢથી બે ઈંચ વરસાદમાં મનપાની  પોલ ખુલી છે.  માલવિયા કોલેજ રોડ પર પાણી ભરાયા હતા.  રાજકોટના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. 


આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી


રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે.   ગુજરાતમાં સામાન્ય રીતે 20 જૂને શરૂ થતું ચોમાસુ આ વખતે મોડું શરૂ થયુ છે.  જેને લઇને આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે.  


આ જિલ્લાઓમાં પડશે વરસાદ


વલસાડ, નવસારી, સુરતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળશે.   આગામી બે દિવસ સુધી વલસાડ, સુરત, નવસારી,  દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.  આ સિવાય  સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, બાટોદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર,  સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial