ગાંધીનગર: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે.  ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.  રાજકોટ જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજકોટના ધોરાજીમાં બે કલાકમાં 2 ઈંચ વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.




છેલ્લા બે કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો 



  • રાજકોટના ધોરાજીમાં 2 ઈંચ વરસાદ

  • જૂનાગઢના માણાવદરમાં પોણા 2 ઈંચ

  • બોટાદના ગઢડામાં દોઢ ઈંચ 

  • ગીરસોમનાથના કોડીનારમાં દોઢ ઈંચ 

  • મહીસગારના લુણાવાડામાં સવા ઈંચ 

  • સુરત શહેરમાં સવા ઈંચ વરસાદ 

  • સુરતના બારડોલીમાં 1 ઈંચ વરસાદ

  • નર્મદાના સાગબારામાં 1 ઈંચ 

  • ગીરસોમનાથના તાલાલામાં 1 ઈંચ

  • વલસાડના ધરમપુરમાં 1 ઈંચ

  • ભરૂચના અંકલેશ્વમાં 1 ઈંચ

  • મોરબીના હળવદમાં 1 ઈંચ

  • સુરતના કામરેજમાં પોણો ઈંચ 

  • જૂનાગઢના મેંદરડામાં પોણો ઈંચ 

  • ગીરસોમનાથના પાટણ-વેરાવળમાં પોણો ઈંચ

  • પંચમહાલના હાલોલમાં અડધા ઈંચથી વધુ

  • ગીરસોમનાથના સુત્રાપાડામાં અડધો ઈંચ

  • જૂનાગઢના ભેસાણમાં અડધો ઈંચ

  • નવસારીના વાંસદામાં અડધો ઈંચ

  • ગીરસોમનાથના ગીરગઢડામાં અડધો ઈંચ


અંબાલાલ પટેલની આગાહી- આગામી ચાર દિવસ પડશે ધોધમાર વરસાદ


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે ચાર દિવસમાં પવન સાથે ભારે વરસાદ વરસશે. તેમણે આગાહી કરી હતી કે દ.ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ વરસશે.


ભચાઉ, ગાંધીધામ, અબડાસા, રાપરમાં પણ અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે. 19-20 જૂલાઈએ અમદાવાદ, વડોદરામાં ભારે વરસાદ વરસશે. ખેડા, નડીયાદ, આણંદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. અંબાલાલના મતે રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદ વરસશે. ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે.


સુરત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરી છે. જે મુજબ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગરહવેલી, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી હળવો વરસાદ પડશે. જ્યારે પાટણ , સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ , જામનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને ક્ચ્છમાં સામાન્ય વરસાદ પડશે. 


હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢમાં 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. આવતીકાલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે  છે. આવતી કાલે ગીર સોમનાથ, જૂનાગઢ અમરેલી, સુરત, ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial