રાજકોટઃ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને સરેરાશ એક ઇંચથી વધુ વરસાદ આ સિઝનનો વરસી ગયો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ આજ વહેલી સવારથી જ સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. આ સિવાય મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં પણ સવારથી વરસાદ શરૂ થયો છે. 


અમરેલી જિલ્લાની વાત કરીએ તો સાવરકુંડલા શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા છે. જેસર રોડ રિદ્ધિ સિદ્ધિ ચોક મહુવા રોડ હાથસણી રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સોસાયટીના રસ્તા ઉપર વહેતા થયા વરસાદી પાણી. ભારે વરસાદના કારણે નાના રાજુલાથી નાના રીગણીયા રોડ પર પાણી ભરાયા છે. ગામ લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે. વહેલી સવારથી અમરેલી અને આસપાસના ગામમાં વરસાદ વરસી રહ્યો છે.  ખાંભા શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાંભાના મોટાભાગના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને પગલે ખાંભાની ધતારવાડી નદી પુર આવ્યું છે. 


ભાવનગરમાં મહુવા પંથકમાં ચાર દિવસના વિરામ બાદ મેઘરાજનું આગમન થયું છે. આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટા બાદ વરસાદનું આગમન થયું છે. કણકોટ, ઉંચા કોટડા, ઓઠા, કસાણ, ખારી, દયાળ, બગદાણા, સહિતના મહુવા પંથકના ગામમાં મેઘ મહેર. વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થતાં જ ખેડૂતો તેમજ ગ્રામજનોમાં ખૂશીની લહેર જોવા મળી. દરિયાકાંઠાના ગામોમાં વરસાદ નું જોર વધુ જોવા મળી રહ્યું છે.


રાજકોટમા ગોંડલના મોવિયામાં વરસાદી માહોલ વચ્ચે વીજ શોકનો બનાવ બન્યો છે. વીજ શોક લાગતા ગાયનું થયું મોત. મોવિયા ગામ માં લોખંડનો વીજપોલ આવેલો છે. સ્થાનિક લોકોને પણ વીજ શોક લાગવાનો ભય.  ધોરાજી શહેરમાં  વહેલી સવારથી જ વાદળ છાયુ વાતાવરણ હતું. આ પછી વરસાદ કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી છે. ધોરાજી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સરદાર ચોક,  ગેલેક્સી ચોક, જેતપુર રોડ, જમનાવડ રોડ,બસસ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદ છે. 


રાજકોટના જસદણ તાલુકા ગ્રામ્ય વિસતારોમાં બીજા દિવસે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. જસદણના આટકોટ, વિરનગર, કાળાસર, ગઢડીયા, પારેવાળા, કમળાપુર,  ભાડલા સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. જસદણના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે ખેતર વાડીઓમાં પાણી ભરાયા છે. જસદણના લીલાપુર ગામમાં વરસાદી પાણી વાડીઓના પાળા તોડીયા. ગઇ રાતે પણ જસદણ પંથકમાં પડિયો હતો વરસાદ. ભારે વરસાદના કારણે રાત્રીના સમયે બજારોમાં પણ ભરાયા હતા પાણી.


ગોંડલ શહેરમાં વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી શહેરમાં જામ્યો વરસાદી માહોલ. શહેરના ભવનાથ રાધાકૃષ્ણ કૈલાશબાગ બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. ઢેબર રોડ, પી ડી માલવિયા કોલેજ વિસ્તાર, સ્વામિનારાયણ ચોક, મઉડી વિસ્તાર, ગોંડલ રોડ ચોકડી વિસ્તાર, કોઠારીયા રોડ, સાત હનુમાન મંદિર વિસ્તાર,
 રાજકુમાર પેટ્રોલ પંપ વિસ્તાર, ગોંડલ રોડ વિસ્તાર, વાવડી વિસ્તાર, 80 ફુટ રોડ વિસ્તાર, પારડી અને  આસપાસના ગ્રામ્ય વિસ્તાર, કોઠારીયા વિસ્તારમાં વસ્તાર, આજી ડેમ વિસ્તાર પડ્યો હતો. 


અરવલ્લીમાં બાયડ અને આસપાસના વિસ્તારો માં વહેલી પરોઢે વરસાદ. 1 કલાક માં 1.37 ઈંચ વરસાદ ખાબક્યો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થી ઠંડક પ્રસરી. ચોઈલા રાદોડરા સુંદરપુરા ડેમાઈ પંથકમાં વરસાદ પડ્યો. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદી છાંટા. મહિસાગર જિલ્લામાં વરસાદને કારણે 25 વીજપોલ ધરાશાય થયા. ગત રાત્રિએ જિલ્લામાં થયેલા ધોધમાર વરસાદને લઇ વૃક્ષો ધરાશાઈ થવાની ઘટનાઓ પણ સામે આવી. લુણાવાડા શહેર સહિત જીલ્લામાં ગત રાત્રિએ પડ્યો ધોધમાર વરસાદ.  વીજપોલ ધરાશાયી થવાના કારણે એમજીવીસીએલને નુકસાન. મહિસાગર જિલ્લામાં ગત રાત્રિએ થયો ધોધમાર વરસાદ. વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં વાતાવરણ બન્યું ઠંડુગાર. દિવસભર અસહ્ય ઉકળાટ અને બફારા બાદ રાત્રી દરમિયાન પડ્યો વરસાદ. લુણાવાડા,બાલાસિનોર, સંતરામપુર,વીરપુર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ. જિલ્લામાં વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ.