રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને એચ. એન શુક્લ કોલેજમાંથી પેપર ફૂટવાનો મામલો હવે રાજકીય બન્યો છે. યુનિવર્સિટીના સત્તાધીશો અને એચ. એન શુક્લ કોલેજના સત્તાધીશો આમને સામને આવી ગયા છે. રાજકોટમાં એચ.એન.શુક્લ કોલેજના પ્રમુખ નેહલ શુકલએ પ્રેસ કોફ્રરન્સ યોજી હતી. તમને જણાવી દઈએ કે, નેહલ શુક્લ રાજકોટ ભાજપના કોર્પોરેટર અને અગ્રણી નેતા છે. નેહલ શુક્લ વોર્ડ નંબર સાતના કોર્પોરેટર પણ છે. કોલેજના કર્મચારી જીગર ભટ્ટ યુનિવર્સિટી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવતા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી.


ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એચ.એન શુક્લ કોલેજના કર્મચારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી. 111 દિવસ પછી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય છે નેહલ શુક્લ. તેમણે કહ્યું કે, આ પ્રકરણ સાથે કોલેજને કંઈ પણ લેવાદેવા નથી. હું યુનિવર્સિટી મામલે ખુલાસો કરીશ. જે પેપર લીક થયું તે સમયે સતાધીશોએ ગેરકાયદેસર પરિસ્થિતિ ઊભી કરી હતી. નીતિન પેથાની ગયા પછી પરીક્ષા વિભાગની કામગીરી નામ માત્રની રહી. 


 એચ.એન.શુક્લ કોલેજના સંચાલક નેહલ શુક્લએ પેપર લીક પ્રકરણમાં જીગર ભટ્ટ સામે થયેલા આરોપો ફગાવ્યા. તેમણે કહ્યું, પૂર્વ કુલપતિ પછીના સત્તાધીશોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિસ્ટમને ખોખલી કરી નાખી. કાર્યકારી કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણીએ પોતાના જ આંકડાશાસ્ત્ર ભવનમાં રિસીવિંગ સેન્ટર રાખ્યું. અમરેલી જિલ્લામાં ખાનગી કોલેજને રિસીવિંગ કોલેજને આપ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં ક્યારેય ત્રણ પરીક્ષાઓ લેવામાં આવી નથી, પરંતુ હવે લેવાય છે જે વિદ્યાર્થીઓના હિતમાં પણ નથી.


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોનો સંપૂર્ણ ખેલ ખનખનીયાનો હતો. જેને લઈને હવે નેહલ શુકલે ગંભીર આક્ષેપો કર્યા છે. નેહલ શુક્લએ શાસકો પર ભ્રષ્ટાચાર આક્ષેપો કર્યા. પરીક્ષાની સ્કોડ જતી બધ થઇ ગઇ. બહું મોટો ભાગ બટાઈ ગયો અને વાંધાઓ પડ્યા એટલે આ બધું બહાર આવ્યું. તેમણે વધુ આરોપમાં કહ્યું કે, વહેલી સવારે ચાર વાગ્યે પેપર મંગાવવામાં આવ્યા. પેપર ફૂટ્યા ત્યારે B.COMનું પહેલા ફૂટ્યું અને પછી BBAનું પેપર ફૂટ્યું હોવાનું ન્યુઝ પેપરમાં આવતા તેના પણ પેપર પરત કોલેજ પાસેથી મંગાવ્યા.. પરત મંગાવ્યા ત્યારે વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ ફરિયાદમાં ક્યાંય વિડીયો રેકોર્ડિંગનો ઉલ્લેખ નથી.


પેપર ફૂટ્યું ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જ પેપરના સીલ બંધ હોવાનું નિવેદન આપ્યું હતું. તેમ છતાં ખોટી ફરિયાદ નોંધાવી. પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આ કાર્ય કરવામાં આવ્યું હોવાનું નેહલ શુક્લએ જણાવ્યું.  નેહલ શુક્લએ કાર્યકારી કુલપતિ સામે ગંભીર આરોપો કરતા રાજકારણ ગરમાયું છે. તેમણે કહ્યું કે, આખી પરિક્ષા સિસ્ટમ લકવા ગ્રસ્ત કરી દેવામાં આવી. કોલેજમાં સીસીટીવી કેમેરા ફરજિયાત કરી દેવાયા. જેના કારણે ચેકીંગમાં જતી સ્કવોર્ડ બંધ કરી દેવામાં આવી. ગર્લ્સ કોલેજમાં સીસીટીવી બંધ કરવાની ફરિયાદ આવતા બધી કોલેજોના સીસીટીવી બંધ કરી દેવામાં આવ્યા. 36 કલાક પહેલા પેપર આપી અને ચોરી કરવાની છૂટ આપી દેવામાં આવ્યાનો આરોપ લગાવ્યો.