રાજકોટઃ આગામી 28 અને 29મી માર્ચે હોળી-ધૂળેટી આવી રહી છે. બીજી તરફ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાએ ઉથલો માર્યો છે. ત્યારે રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલનું કોરોનાને લઈને નિવેદન સામે આવ્યું છે. આવતા દિવસોમાં ટેસ્ટિંગ વધારવામાં આવશે. 36 ટેસ્ટિંગ વાહન કાર્યરત છે. દરરોજ પાંચ વાગ્યે એક રિવ્યુ મિટિંગ થાય છે.


તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં ટી મોડેલ સક્સેસ છે. હોળીને લઈને કોઈ નિર્ણય નથી લીધો. પોલીસ સાથે સંકલન કરીશું. નોંધનીય છે કે, અમદાવાદની કર્ણાવતી અને રાજપથ ક્લબ દ્વારા કોરોનાનું સંક્રમણ વધતા કલબમાં ધૂળેટી નહીં ઉજવવાનો નિર્ણય લીધો છે. કલબ મેમ્બરોને પોતાના ઘરે ધૂળેટી ઉજવવા અપીલ કરી છે.


સુરતમાં પણ કોરોનાના સક્રમણમાં વધારો નોંધાયો છે. ત્યારે હોળી ધુળેટી જાહેર સ્થળો પર ન ઉજવવા પાલિકા કમિશનરે અપીલ કરી છે. ઘરે જ સાદાઈથી તહેવાર ઉજવવા અપીલ કરવામાં આવી છે. 


કોરોના સંક્રમણ ન વધે તે માટે એકબીજાને કલર ન લગાવવા મનપા આરોગ્ય વિભાગે અપીલ કરી છે. કોરોનાને લઈ ચેક પોસ્ટ ટેસ્ટીગ વધારવામાં આવ્યું છે. સતત સ્કૂલ, કોલેજ અને કાપડ માર્કેટમાં સક્રમણ વધતા 20 કરતાં વધુ ટિમ 12 હજાર કરતા વધુ ટેસ્ટીગ કરી રહી છે. શનિ અને રવિમાં અઠવા ઝોનમાં મોલ અને હોટલો મોટા પ્રમાણમાં સ્વૈચ્છીક બંધ રાખવાના છે. 35 જેટલી હોટલે માત્ર પાર્સલ સુવિધા આપવાની જાહેરાત કરી છે.