રાજકોટ: રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ નિખિલેશ્વરાનંદ સ્વામી સહિત 10 સંન્યાસી અને પાંચ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હાહાકાર મચી ગયો છે. આશ્રમમાંથી કોરોનાના કેસ સામે આવતા હાલ આશ્રમનો મુખ્ય દરવાજો બંધ કરવામાં આવ્યો છે. તમામ પ્રવૃતિઓ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી છે.
આ સાથે જ મંદિર સાથે જોડાયેલા અનુયાયીઓને ટેસ્ટીંગ કરાવવા માટે રામકૃષ્ણ આશ્રમના સંચાલકોએ અપીલ કરી છે. રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 58 કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 16 હજાર 807 પર પહોંચી છે. ગઇકાલે 51 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 715 નવા કેસ નોંધાયા હતા જ્યારે 495 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં બે મૃત્યુ થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1ન મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4420 લોકોના કોરોનાથી મોત થયા છે.