Latest Rajkot News: રાજકોટમાં ફૂડ વિભાગ (food department) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ટુટી – ફ્રુટી (tutti frutti) અને જેલીનું (jelly) ઉત્પાદન કરતી પેઢી પર કાર્યવાહી કરવામાં આવી છે. દરોડા દરમિયાન 20 હજાર કિલો કાચા પપૈયાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પટેલ મહિલા ગૃહ ઉદ્યોગ (patel mahila gruh udyog)માં ટુટી ફ્રૂટી અને જેલીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ગંદકી વચ્ચે અશુદ્ધ પાણીથી બનાવવામાં ટુટી ફ્રુટી અને જેલી બનાવવામાં આવતી હતી. જ્યારે ટુટી ફ્રુટીનું ખુલ્લામાં અનહાઈજેનીક રીતે સંગ્રહ કરવામાં આવતો હતો. તમામ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત 4 જેટલી અલગ અલગ બનાવટના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.
થોડા સમય પહેલા મહેસાણાના ઊંઝામાં નકલી જીરુનો કારોબાર ઝડપાયો હતો. ગાંધીનગર અને મહેસાણા ફૂડ વિભાગની ટીમે દરોડા પાટી નકલી જુરું બનાવતી ચાર ફેક્ટરી ઝડપી હતી. ઉનાવા ગામ નજીક આવેલ ગોડાઉનમાં ફેકટરી ચાલતી હતી. બીજી મકતુંપુર નજીક ખુલ્લા ખેતરમાં નકલી જીરું બનાવતું હતું. તો ત્રીજી ઉનવા ગામ સામે સિદ્ધિવિનાયક ગોડાઉનમાં ફેકટરી ચાલતી હતી.
જો કે આ ફેકટરીમાંથી મોટી માત્રામાં નકલી જીરૂનો જથ્થો મળી આવ્યો છે જેને સીલ કરાયો હતો. નકલી જીરૂ બનાવવા પથ્થરના પાવડર, ગોળની રસી અને નાના કદની વરિયાળીમાં નકલી જીરું તૈયાર કરાયુ હતું. હાલ તો નકલી જીરૂ અને તેને બનાવવા માટેની સાધન સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. આ નકલી જીરું દિલ્લી અને ઉત્તર પ્રદેશમાં વેચાણ કરવામાં આવતું હતું અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મહેસાણામાં દરોડા પાડીને નકલી જીરુંનો 25 ટન જથ્થો અને રો મટિરિયલ મળી કુલ 31 ટન જથ્થો જપ્ત કર્યો હતો. આ કેસમાં પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે એકદમ સસ્તા ભાવની વરિયાળીને જીરુંનો આકાર આપીને નકલી જીરું બનાવવામાં આવતું હતું. બાદમાં આ નકલી જીરુંના જથ્થાને ગુજરાત બહાર દિલ્હીના વેપારીઓને સપ્લાય કરવામાં આવતો હતો. હાલમાં પોલીસે નકલી જીરુંનો માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચોઃ
Ahmedabad Weather: 24 કલાકમાં AMC એ લીધો યુ ટર્ન, રેડમાંથી કર્યુ ઓરેન્જ એલર્ટ