રાજકોટ મહાનગરપાલિકામાં આધાર કેન્દ્રની બહાર લાંબી લાઇનો અને લોકોની ભીડના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી હતી. જો કે એબીપી અસ્મિતાએ આ સમસ્યાનો અહેવાલ રજૂ કર્યાં બાદ સ્થિતિમાં સુધારો થયો હતો અને લોકો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આધાર કાર્ડમાં સુધારો અને લિંક કરાવવા માટે આજે રાજકોટ મહાનગરપાલિકાના આધાર કેન્દ્ર પર લોકોનો જમાવડો જોવા મળ્યો હતો તંત્રની અવ્યવસ્થાના કારણે અહીં લોકોની ભીડ જામી હતી. બેસવાની પણ કોણ વ્યવસ્થા ન હોવાથી તાપમાં લોકો કલાક સુધી ઉભા રહ્યાં હતો. જો કે એબીપી અસ્મિતાએ સમગ્ર પરિસ્થિતિ અને લોકોની હાલાકી પર પ્રકાશ પાડતા સમગ્ર સ્થિતિમાં સુધારો આવ્યો હતો. લોકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે આધાર કાર્ડમાં સુધારો કરવા માટે અને એડ્રેસ બદલાવવા સહિતના કામ માટે અહીં ધરમના ધક્કા ખાવા પડે છે. કલાકો સુધી વેઇટિંગમાં બેસવું પડે છે. લોકોએ મહાનગરપાલિકા દ્વારા આધાર કેન્દ્રની અંદર સુવિધાઓ વધારવાની જરૂરિયાત છે.
ઉલ્લેખનિય છે કે, આ સ્થિતિના કારણે મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકોને તો આધાર કઢાવવા માટે કે લિંક કરાવવા માટે એક કે બે દિવસની રજા રાખવી પડે છે. સીનીયર સીટીઝન માટે કોઈપણ જાતની બેસવાની વ્યવસ્થા ન હોવાથી લોકોને હાલાકી વેઢવી પડી રહી હતી. આ સ્થિતિને લઇને મહિલાઓમાં પણ જબરજસ્ત આક્રોશ જોવા મળ્યો હતો. આ સ્થિતિને જોતા abp asmita દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને અપીલ કરવામાં આવી હતી. આ સમસ્યાનો અહેવાલ એબીપી અસ્મિતામાં પ્રસારિત થયા બાદ બહાર ઉભેલા લોકો માટે તાત્કાલિક ખુરશીનીવ્યવસ્થા કરવામા આવી હતી.
ઉલ્લેખનિય છે કે, રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન ખાતે જ આધાર કાર્ડ કઢાવવાની વ્યવસ્થા હોવાથી અહી વધુ ધસારો જોવા મળે છે. આ સ્થિતિમાં લોકોની ડિમાન્ડ છે કે, મહાનગરપાલિકાના ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં પણ આધાર કાર્ડ કેન્દ્ર શરૂ કરવું જોઈએ..
આ પણ વાંચો
Uttarkashi Tunnel Rescue Operation: આઠ વાગ્યા સુધીમાં બહાર આવી શકે છે સુરંગમાં ફસાયેલા મજૂરો, રેસ્ક્યૂ ટીમના સભ્યએ આપી જાણકારી
Israel-Hamas war: ગાઝામાં સીઝફાયર અગાઉ ઇઝરાયલના હુમલામાં 100 લોકોના મોત, હમાસ સાથેની ડીલ તૂટવાનો ખતરો