Rajkot Crime News:રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલ આશીર્વાદ સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વિદ્યાર્થી સ્કૂલ બેગમાં છરી લઈને પહોંચ્યો હતો. આટલું જ નહિ તેમણે તમના સહપાઠીને પણ નુકસાન પહોંચાડ્યું. સમગ્ર ઘટના શું છે જાણીએ..
કટેલાક બાળકોમાં વધતી જતી આક્રમકતા એક ચિંતાનો વિષય બની ગયો છે. બાળકોનું માનસ કેટલી હદે આક્રમક બની રહ્યું છે તેનો પુરાવો રાજકોટની આ ઘટના આપે છે. અહીં રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલ આશીર્વાદ સ્કૂલમાં ધોરણ 10નો વિદ્યાર્થી સ્કૂલ બેગમાં છરી લઇને શાળએ પહોંચી ગયો અને બાદ તેણે બે વિદ્યાર્થીને તેના વડે હુમલો પણ કરી દીધો. જેમાં વિદ્યાર્થીને સામાન્ય ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે , પીડિત વિદ્યાર્થીના હાથમાં ઇજા પહોંચી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા પહોંચતા શાળાના સંચાલકો સુધી આ મામલો પહોંચ્યો હતો. જો કે શાળા સંચાલકે જ બંને વિદ્યાર્થીના પરિવારનું સમાધાન કરાવ્યું હતું અને હુમલો કરના વિદ્યાર્થીને સ્કૂલથી કાંઢી મુકવામાં આવ્યો છે.
15 વર્ષનો વિદ્યાર્થી આ રીતે શાળામાં હથિયાર લઇને પહોંચે તે ઘટના વાલીઓ માટે લાલબતી સમાન છે. ઘટનાની મળતી પ્રાથમિક માહિતી મુજબ વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થી સાથે કોઇ નજીવી બાબતે બોલાચાલી થઇ હતી. આ બાબતને મગજમાં રાખીને વિદ્યાર્થીએ વેર લેવાની વૃતિ દાખવીને આ પગલું ભર્યું હતું. આ ઘટનાએ વાલીઓમાં ચર્ચા જગાડી છે. આક્રમક વિદ્યાર્થી શાળામાં અન્ય બાળકોની સુરક્ષા માટે જોખમરૂપ હોવાથી શાળા સંચાલકે તાત્કાલિક બાળકને લિવિંગ સર્ટીફિકેટ આપીને શાળામાથી દૂર કરવાની પ્રોસેસ હાથ ધરી છે. આ ઘટનાએ વાલી જગતમાં ચિંતા સાથે ચર્ચા જગાડી છે. શાળાના સંચાલકે વિદ્યાર્થીના બંને પરિવાર સાથે વાત કરીને મામલાને થાળે પાડવાની કોશિશ કરતા પીડિત અને હુમલાખોર વિદ્યાર્થીના પરિવારનું સમાધાન કરાવ્યું હતું