Rajkot News: રાજકોટમાં સુખી અને સાધન સંપન્ન પરિવારની પુત્રવધૂએ તેના સસરા અને પતિ પોતાના ધંધાના સ્થળના ભાગીદારને છૂટો કરવા માટે નાણાંની જરૂરિયાત પડતા તેના ન્યૂડ વીડિયો ઉતારી તેને એક એડલ્ટ કમ પોર્ન સાઈટ ઉપર મૂકતા હોવાના કરેલા ચોંકાવનારા આક્ષેપોથી ચકચાર મચી જવા પામી છે. સાયબર ક્રાઈમ પોલીસે ગઈકાલે આરોપી પતિ, સાસુ અને સસરા સામે દૂષ્કર્મ અને આઈટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ કેસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે.
પરિણીતાએ 8 ઓગષ્ટે પોતાના પતિને સમાધાન માટે બોલાવીને હુમલો કર્યો હતો. પરિણીતાના મામા સહિત ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ પતિને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે લોધિકા પોલીસે અટકાયતી પગલાં લીધા હતા. આ ઘટના બન્યા બાદ પરિણીતા ફરિયાદ નોંધાવવા પહોંચી હતી અને સમગ્ર મામલો સામે આવ્યો હતો.
પરિણીતાએ કર્યા હતા ચોંકાવનારા આક્ષેપ
21 વર્ષની ભોગ બનનાર પરિણીતાએ પોતાની વિસ્તૃત ફરિયાદમાં જે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે તે ઘણાં લોકો માટે ગળે ઉતારવા પણ મુશ્કેલ છે. વાસ્તવિકતા એ છે કે જે આક્ષેપો થયા છે તેને સમર્થનકર્તા પુરાવા તપાસ કરતી સાયબર ક્રાઈમ પોલીસને મળી રહ્યા છે.
ભોગ બનનાર પરિણીતાએ એવા આક્ષેપો કર્યા હતા કે સસરાએ તે જયારે પ્રેગનન્ટ હતી ત્યારે પતિ પાસેથી તેના પેટ સહિતના ભાગોનો વીડિયો ઉતરાવ્યો હતો. આ ઉપરાંત નેકેડ વીડિયો પણ ઉતરાવ્યા હતા. સસરા તેના આ વીડિયો જોતા હતા. જેમાં સાસુ પણ સાથ આપતી હતી. આ બાબત તેણે ઘણો વિરોધ કર્યો હતો પરંતુ તેને ગમે તે રીતે ચૂપ કરાવી દેવામાં આવી હતી. સસરાએ તેના રૂમમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવ્યા હતા. એટલું જ નહીં પતિ સાથેના અંગત ક્ષણોના દ્રશ્યો સસરા પોતાના રૂમમાં લગાડેલી સ્ક્રીન પર લાઈવ જોતા હતા.
આટલેથી નહી અટકતા સસરાએ એક હોટલમાં 3 આફ્રિકન કોલગર્લ બોલાવી હતી. જેની સાથે પતિને સેકસ કરવાનું કહી તેજ રીતે તેને ઘરે પણ પતિ સાથે સેકસ કરવાની ફરજ પાડી હતી. વાત અહીં પુરી થતી નથી. સસરાએ તેને ન્યૂડ વીડિયો બતાવી તે મુજબ એકટ કરવાની સૂચના આપી હતી. એક એડલ્ટ કમ પોર્નોગ્રાફિ ગણાતી વેબસાઈટ ઉપર તેના લાઈવ શો પણ કર્યા હતા. જેમાં તેના માસ્ક પહેરાવેલા કામૂક વીડિયો મૂકાવ્યા હતા. આ રીતે સસરા તેના લાઈવ વીડિયો મૂકાવી કમાણી કરતા હતા.
આ ચોંકાવનારા આક્ષેપો સાથેની ફરિયાદના પગલે સાયબર ક્રાઈમ પોલીસે આરોપી પતિ, સાસુ અને સસરાની ધરપકડ કરી હતી. ઉપરાંત ભોગ બનનાર પરિણીતાને જે માસ્ક અને કપડાં પહેરાવી કામૂક વીડિયો સ્યુટ કરાવાયાનો આક્ષેપ છે તે માસ્ક અને કપડાં, સીસીટીવીનું ડીવીઆર, કોમ્પ્યુટર સિસ્ટમ, વેબકેમ વગેરે પણ આરોપીઓના મકાનમાંથી કબજે કર્યા હતા.